SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ [ વૈરાગ્યવર્ષા * લોકોના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે; વચનપ્રવૃત્તિથી મનની વ્યગ્રતા થાય છે, તેનાથી ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે; તેથી યોગીએ લૌકિકજનોના સંસર્ગનો ત્યાગ કરવો. ૫૦૨. (શ્રી સમાધિતંત્ર) * જો પરિગ્રહયુક્ત જીવોનું કલ્યાણ થઈ શકતું હોય તો અગ્નિ પણ શીતળ થઈ શકે, જો ઇન્દ્રિયજન્ય સુખ વાસ્તવિક સુખ હોઈ શકે તો તીવ્ર વિષ પણ અમૃત બની શકે, જો શરીર સ્થિર રહી શકે તો આકાશમાં ઉત્પન્ન થનારી વીજળી તેનાથી પણ અધિક સ્થિર થઈ શકે તથા આ સંસારમાં જો રમણીયતા હોઈ શકે તો તે ઇન્દ્રજાળમાં પણ હોઈ શકે. ૫૦૩. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે અને દિવસે ભોજન કરવામાં ઓછો રાગભાવ છે, જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાવ અધિક છે. ૫૦૪. (શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય) * મારા ચિત્તમાં કલ્પવાસી દેવોના ઇન્દ્રને, નાગેન્દ્રને તથા ચક્રવર્તીને પ્રાપ્ત થતું સુખ નિરંતર તૃણ સમાન તુચ્છ લાગે છે. અલ્પ બુદ્ધિમાન હંમેશાં ભૂમિ, સ્ત્રી, લક્ષ્મી, શરીર તથા પુત્રથી સુખ માને છે-એ આશ્ચર્યકારક છે. ૫૦૫. શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * ચક્રવર્તી અથવા બીજા સાધારણ રાજાઓની આજ્ઞાનો ભંગ થતાં પણ મરણનું દુઃખ થાય છે, તો શું ત્રણલોકના પ્રભુ એવા દેવાધિદેવ જિનેન્દ્રદેવની આજ્ઞાના ભંગથી દુઃખ નહિ થાય?જરૂર થશે જ. ૫૦૬. (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * જો હલાહલ વિષે શીઘ્ર હી પ્રાણોકો હરનેવાલા હૈ ઉસકા પી લેના કહીં અચ્છા હૈ, પરંતુ પ્રાણિયોંકો નિરંતર દુઃખ દેનેવાલે વૈરાગ્યવર્ધા ] મધુકા ભક્ષણ કરના યોગ્ય નહીં હૈ. ૫૦૭.(શ્રી સુભાષિતરત્નસંદોહ) ૧૨૦ * જેવી રીતે પ્રજ્વલિત દીપક પોતાના હાથમાં રાખીને પણ કુવામાં પડી જાય તો તેને દીપકનું લેવું વ્યર્થ છે, તેમ તત્ત્વજ્ઞાન પામીને પણ હેય-ઉપાદેયના વિવેક રહિત ગમે તેમ પ્રવર્તવાથી તત્ત્વજ્ઞાનનું પામવું વ્યર્થ જાય છે. ૫૦૮. (શ્રી જીવંધર ચરિત્ર) * જીવોકે મનરૂપી દૈત્યકા પ્રભાવ દુર્વિચિંત્ય હૈ, કિસીકે ચિંતવનમેં નહિ આ સકતા. ક્યોંકિ યહ અપની ચંચલતાકે પ્રભાવસે દો દિશાઓમેં, દૈત્યોકે સમૂહમેં, ઇન્દ્રકે પૂરોમેં, આકાશમેં તથા દ્વીપસમુદ્રોમેં, વિદ્યાધર મનુષ્ય દેવ ધરણેન્દ્રાદિકે નિવાસસ્થાનોંમેં તથા વાતવલયો સહિત તીન લોકરૂપી ઘરમેં સર્વત્ર આધે ક્ષણમેં હી ભ્રમણ કર આતા હૈ. ઇસકા રોકના અતિશય કઠિન હૈ. જો યોગીશ્વર ઇસે રોકતે હૈં વે ધન્ય હૈ. ૫૦૯. (શ્રી જ્ઞાનાર્ણવ) * હે આત્મા! તેં ઇચ્છિત લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી છે, સમુદ્ર પર્યંત પૃથ્વી પણ ભોગવી લીધી છે અને જે વિષયો સ્વર્ગમાં પણ દુર્લભ છે તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ પાછળ મૃત્યુ આવવાનું હોય તો બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૫૧૦. (શ્રી પદ્મનંદિ પંચવિશત) * બડે ખેદકી બાત હૈ: જો કોઈ કામકે વશ હો જાતે હૈં તો વે બુદ્ધિહીન હૈં, અપને કો પાપી બનાકર સંસારસાગરમેં ગિરા દેતે હેં! ૫૧૧. (શ્રી સારસમુચ્ચય) * હે ભવ્ય! તું પરમ શ્રદ્ધાપૂર્વક દર્શનજ્ઞાનચારિત્ર-સ્વરૂપ (આત્માના) શરણને સેવન કર; આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને અન્ય કોઈ પણ શરણ નથી. ૫૧૨. (શ્રી બાર અનુપ્રેક્ષા)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy