SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ [ વૈરાગ્યવર્ષા રહ્યો છે, બાકી સર્વ જીવો મનોયોગ પ્રમાણે કાયયોગને જો મોળો મૂકે તો જગતની અને જગતવાસી જીવોની કેટલી અકથ્ય અંધા-ધૂંધી થાય? દુર્જનો એક રીતે સજ્જનોની સજ્જનતાના દરમાયા વિનાના (વગર પગારના) રખવાળ છે, તેથી જ મહાપુરુષો કહે છે કે-“જગત એક રીતે ગુરુની ગરજ સારે છે.” ૪૯૨. (શ્રી આત્માનુશાસન) * હે ભવ્ય જીવો! જો પોતાનું હિત ચાહતા હો તો ગુરુની તે શિક્ષા મનને સ્થિર કરીને સાંભળો. (કે આ સંસારમાં દરેક પ્રાણી) અનાદિકાળથી મોહરૂપી જલદ દારૂ પીને, પોતાના આત્માને ભૂલી વ્યર્થ ભટકે છે. ૪૯૩. (શ્રી છઢાળા) * જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગન્ધયુક્ત અપવિત્ર ધાતુઓરૂપી દિવાલો સહિત છે, ચામડાથી ઢાંકેલી છે, વિષ્ટા અને મૂત્ર આદિથી પરિપૂર્ણ છે; તથા ભૂખ-તરસ આદિના દુઃખોરૂપ ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલાં છિદ્રોથી સંયુક્ત છે; તે કલેશયુક્ત શરીરરૂપી ઝૂંપડી જ્યારે પોતે જ ઘડપણરૂપી અગ્નિથી ઘેરાઈ જાય છે ત્યારે પણ આ મૂર્ખ પ્રાણી તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે. (શ્રી પદ્મનંદિ પંચવિશત) * હે ભવ્ય! તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો (-તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. ૪૯૫. (શ્રી સમયસાર-ટીકા) ૪૯૪. વૈરાગ્યવર્ધા ] ૧૧૮ * જે પુરુષ રાત્રિના ભોજન કરે છે તે સર્વ પ્રકારની ધર્મક્રિયાથી રહિત હોય છે. રાત્રિભોજન કરનાર પુરુષમાં અને પશુમાં માત્ર શિંગડા સિવાય બીજો કોઈ ભેદ નથી. ૪૯૬. (શ્રી ધર્મ પરીક્ષા) * જેઓએ અંતરંગદૃષ્ટિથી અલૌકિક સિદ્ધસ્વરૂપ તેજને જોયું નથી તે મૂર્ખ મનુષ્યોને સ્ત્રી, સુવર્ણ આદિ પદાર્થ પ્રિય લાગે છે, પરંતુ જે ભવ્ય જીવોનું હૃદય સિદ્ધોના સ્વરૂપરૂપી રસથી ભરાઈ ગયું તે ભવ્ય સમસ્ત સામ્રાજ્યને તણખલાં સમાન જાણે છે તથા શરીરને પર સમજે છે અને તેને ભોગ રોગ સમાન લાગે છે. (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) ૪૯૭ * પૂર્વકાલમેં ભયે ગણધરાદિ સત્પુરુષ ઐસા દિખાવે હૈ જો જિસ મૃત્યુå ભલે પ્રકાર દિયા હુઆકા ફલ પાઈયે અર સ્વર્ગલોકકા સુખ ભૌગિયે તાતેં સત્પુરુષકે મૃત્યુકા ભય કાહેતે હોય? ૪૯૮. (શ્રી મૃત્યુમહોત્સવ) * તું લોક સમાન મૂઢ થઈ દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો ઉપકાર કરે છે. (હવે) તું પરના ઉપકારની ઇચ્છા છોડી દઈ પોતાના ઉપકારમાં તત્પર થા. ૪૯૯. (શ્રી ઇષ્ટોપદેશ) * આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈપણ રીતે મહા કહે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. ૫૦૦.(શ્રી સમયસાર-ટીકા) * જે લેશ્યામાં જીવ મરણ પામે છે તે જ લેશ્યામાં તે ઉત્પન્ન થાય એવો એકાંત નિયમ છે. ૫૦૧. (શ્રી ધવલા)
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy