SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ [ વૈરાગ્યવર્ધા સમ્યગ્દર્શન હૈ. ૨૯૧. (શ્રી સારસમુચ્ચય) * શરીરની સહેજ માત્ર સોબત એ જ સર્વ દુઃખનું કારણ છે, એમ જાણીને શરીરને ફેંકી દેતી વખતે હાથનો પોંચો પકડી રોકવાવાળું જ્ઞાન જો હાજર ન હોત તો ક્યા મુનિ મૃતદન શરીરની સાથે ક્ષણમાત્ર પણ રહેવા ઇચ્છે ?-કોઈ નહિ. ૨૯૨. (શ્રી આત્માનુશાસન) * મિત્રતા, તપ, વ્રત, કીર્તિ, નિયમ, દયા, સૌભાગ્ય, ભાગ્ય, શાસ્ત્રાભ્યાસ ઔર ઇન્દ્રિયદમન આદિ યે સબ મનુષ્ય કે ગુણ ક્રોધરૂપ મહાન વૈરીસે પીડિત હોકર ક્ષણભરમેં ઇસ પ્રકારસે નષ્ટ હો જાતે હૈ જિસ પ્રકાર કિ તીવ્ર અગ્નિસે સત્તપ્ત હોકર જલ નષ્ટ હો જાતા હૈ. ૨૯૩. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * જો એમ પૂછવામાં આવે કે દેવગતિ પામેલાં દેવેન્દ્રોને તો બહુ સુખ હોય છે તો પછી દેવગતિના બધાં જીવોને દુઃખ સહન કરનાર કેમ બતાવ્યા છે? તો એનું સમાધાન આ છે કે દેવેન્દ્રોને ઇન્દ્રિય-વિષયોથી ઉત્પન જે સુખ થાય છે તે દાહ ઉત્પન કરનારી તૃષ્ણા દેનાર છે, તેને વાસ્તવમાં દુઃખ સમજવું જોઈએ. ૨૯૪. (શ્રી યોગસાર પ્રાભૃત) * શુદ્ધ સમ્યગ્દર્શનકા પ્રેમ તથા શુદ્ધ આત્મજ્ઞાનકા પ્રેમ કર્મોકા ક્ષય કરનેવાલા હૈ, પરંતુ યદિ શરીરકા મોહ હો તો અનંતાનંત પર્યાયોકો યહ જીવ ધારણ કરતા રહતા હૈ. ૨૯૫. (શ્રી ઉપદેશગુસાર) * જેમ કોઈ પુરુષ રત્નદીપને પામવા છતાં રત્નદ્વીપમાંથી રત્નને છોડી કાષ્ટ ગ્રહણ કરે છે તેમ મનુષ્યભવ વિષે ધર્મભાવનાનો ત્યાગ કરીને અજ્ઞાની ભોગની અભિલાષા કરે છે. ર૯૬. વૈરાગ્યવર્ધા ] (શ્રી ભગવતી આરાધના) * કાયવિકારને છોડીને જે ફરી ફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક ભાવના) કરે છે તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૨૯૭. (શ્રી નિયમસાર-ટીકા) * હે અસંતોષી આત્મા! સર્વ જગતની માયાને અંગીકાર કરવાની અભિલાષારૂપ પરિણામથી તો તેં આ જગતમાં કંઈ પણ છોડ્યું નથી. તારાથી જે કંઈ બચવા પામ્યું હોય તે તો તારી ભોગ કરવાની અશક્તિથી જ. જેમ રાહુથી ગળાતાં ચંદ્ર સૂર્ય જો બચવા પામ્યા હોય તો તે માત્ર રાહુની અશક્તિથી જ. ૨૯૮. (શ્રી આત્માનુશાસન) કે જેવી રીતે ચંદ્રમા આકાશમાં નિરંતર ચક્કર લગાવ્યા કરે છે તેવી જ રીતે આ પ્રાણી સદા સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે; જેમ ચંદ્રમા ઉદય, અસ્ત અને કળાઓની હાનિ-વૃદ્ધિને પામ્યા કરે છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ જન્મ-મરણ અને સંપત્તિની હાનિ-વૃદ્ધિને પામ્યા કરે છે; જેમ ચંદ્ર મધ્યમાં કલુષિત (કાળો) રહે છે તેવી જ રીતે સંસારી પ્રાણીનું હૃદય પણ પાપથી કલુષિત રહે છે તથા જેમ ચંદ્ર એક રાશિ (મીન-મેષ વગેરે)થી બીજી રાશિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ એક શરીર છોડીને બીજા શરીરનું ગ્રહણ કર્યા કરે છે. આવી સ્થિતિ હોતાં છતાં સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિમાં જીવે હર્ષ અને વિષાદ શા માટે કરવા જોઈએ? અર્થાતુ ન કરવા જોઈએ. ૨૯૯. | (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * સંયમી જીવોને મનમાં, અસંયમી (અજ્ઞાની) જનોને દેખીને ઘણો સંતાપ થાય છે કે અરેરે! જુઓ તો ખરા, સંસારરૂપી
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy