SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [વૈરાગ્યવર્ધા સંગતિકો પ્રાપ્ત ન હો અર્થાતુ મેં શરીર હૈં ઐસી બુદ્ધિ સ્વપ્નમેં ભી ન હો ઐસા નિશ્ચય કરના ચાહિયે. ૨૬૬. (શ્રી જ્ઞાનાર્ણવ) * જેણે ત્રણે ભુવન નીચાં કરી રાખ્યાં છે એવી એ આશારૂપ ખાણ અત્યંત અગાધ છે. સંસારપરિણામી જીવોએ અગાધ દ્રવ્ય આજ સુધી નાખ નાખ કરવાં છતાં પણ હજુ સુધી કોઈથી પણ નહિ પુરાયેલી એવી એ આશારૂપ ખાણને સપુરુષોએ તેમાં રહેલાં ધનાદિને કાઢી કાઢીને પૂર્ણ કરી, એ એક પરમ આશ્ચર્ય છે. ૨૬૭. (શ્રી આત્માનુશાસન) ક હે જીવ! તૂને ઇસ લોકમેં તૃષાસે પીડિત હોકર તીનલોકકા સમસ્ત જલ પિયા, તો ભી તૃષાકા વ્યવચ્છેદ ન હુઆ અર્થાત્ પ્યાસ ન બુઝી, ઇસલિયે તૂ ઇસ સંસારકા મંથન અર્થાત્ તેરે સંસારકા નાશ હો ઇસપ્રકાર નિશ્ચયરત્નત્રયકા ચિંતન કર. ૨૬૮. (શ્રી ભાવપાહુડ) * સંસારની મનવાંછિત ભોગ-વિલાસની સામગ્રી અસ્થિર છે, તેઓ અનેક પ્રયત્નો કરવા છતાં પણ સ્થિર રહેતી નથી. એવી જ રીતે વિષય-અભિલાષાઓના ભાવ પણ અનિત્ય છે, ભોગ અને ભોગની ઇચ્છાઓ આ બંનેમાં એકતા નથી અને નાશવંત છે. તેથી જ્ઞાનીઓને ભોગોની અભિલાષા જ ઉપજતી નથી. આવા ભ્રમપૂર્ણ કાર્યોને તો મૂર્ખાઓ જ ઇચ્છે છે, જ્ઞાનીઓ તો સદા સાવધાન રહે છે પરપદાર્થોમાં સ્નેહ કરતાં નથી, તેથી જ્ઞાનીઓને વાંછા રહિત જ કહ્યાં છે. ૨૬૯, (શ્રી નાટક સમયસાર) * યદિ ઇસ દુર્ગધસે ભરે હુએ તથા મલિન શરીરસે સુખકો કરનેવાલી સ્વર્ગ ઔર મોક્ષકી સંપત્તિયે પ્રાપ્ત કી જાતી હૈ તબ કયા હાનિ હોતી હૈ? યદિ નિંદનીય નિર્માલ્યક દ્વારા સુખદાઈ રત્ન વૈરાગ્યવર્ધા ] મિલ જાવે તબ જગતની મર્યાદાકો જાનનેવાલે કિસ પુરુષસે લાભ ન માના જાયગા? ૨૭૦. (શ્રી તન્વભાવના) * સંસારમાં ઇન્દ્રિય-જન્ય જેટલા સુખ છે તે બધા આ આત્માને તીવ્ર દુઃખ આપનારા છે. આ રીતે જે જીવ ઇન્દ્રિય-જન્ય વિષય-સુખોના સ્વરૂપનું ચિંતવન કરતો નથી તે બહિરાત્મા છે. ૨૭૧. (શ્રી રયણસાર) કે જ્યાં સ્ત્રીનો ધણી મરી જાય ને બાઈ રાંડે છે ત્યારે દુનિયા તે સ્ત્રીને દુઃખાણી કહે છે પણ ખરેખર તે સ્ત્રી દુઃખાણી નથી પણ તેને આત્માનું હિત કરવા નિવૃત્તિ મળી છે. અહીં દુઃખાણી એને કહે છે કે જે રાગમાં અને પુણ્ય-પાપના ભાવમાં એકતા માની આનંદકંદ સ્વભાવ છે તેને ભૂલી ગયો છે તે ખરેખર દુઃખાણો એટલે દુઃખીયો છે. જગતથી ભગવાનનો માર્ગ જુદો છે. ૨૭૨. (દિનાં નિધાન) * હાય! ઘણાં દુઃખની વાત છે કે-સંસારરૂપ કતલખાનામાં પાપી અને ક્રોધી એવા ઇન્દ્રિય-વિષયરૂપ ચંડાળોએ ચારે બાજુ રાગરૂપ ભયંકર અગ્નિ સળગાવી મૂક્યો જેથી ચારે તરફથી ભય પામેલાં અને અત્યંત વ્યાકુળ થયેલાં પુરુષરૂપી હરણો પોતાના બચાવ માટે અંતિમ શરણ ચાહતાં-શોધતાં કામરૂપી ચંડાળે ગોઠવી રાખેલાં સ્ત્રીરૂપ કપટ સ્થાનમાં (પાસલામાં) જઈ જઈને ભરાઈ પડે છે. ૨૭૩. શ્રી આત્માનુશાસન) કે જે ઔષધિ રોગને દૂર કરી શકે નહિ તે ખરેખર ઔષધિ નથી. જે જળ તૃષાને દૂર કરી શકે નહિ તે ખરેખર જળ નથી અને જે ધન આપત્તિનો નાશ કરી શકે નહિ તે ખરેખર ધન નથી. તેવી જ રીતે વિષયથી ઉત્પન્ન થયેલું સુખ તૃષ્ણાનો નાશ કરી શકે નહિ
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy