________________
નીલ લેફ્સાવાળો જીવ મરીને ત્રીજી, ચોથી કે પાંચમી નરકે જાય છે. ૩. કાપોત લેશ્યા:
જે સમય માણસના મનની વૃત્તિ અને વિચાર કબૂતરની ડોક જેવો ભૂખરો થાય છે, તે સમયના ભાવને કાપોત લેશ્યા કહે છે.
આ અવસ્થામાં માણસ વધું વાંકું બોલે, વાંકો ચાલે, પોતાના દોષ છુપાવે, બીજાના દોષો પ્રકટ કરે, કઠોર વચન બોલે, ચોરી કરે, પરસ્ત્રીની ઈચ્છા કરે, તે ઉદાસ, ઉદ્વિગ્ન, હતાશ, રોત્તલ ને ચંચલ હોય છે. આપ બડાઈ કરવામાંથી તે ઊંચો નથી આવતો.
કાપોત વેશ્યાવાળો માણસ મરીને પહેલી, બીજી કે ત્રીજી નરકે જાય છે. ૪. તેઓ વેશ્યા:
જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર ઉગતા સૂરજના રંગ જેવો લાલ થાય છે. તે સમયના ભાવને તોલેશ્યા કહે છે.
તેજ લેશ્યાવાળો માણસ સરળ, સ્થિરચિત્ત, ન્યાયી, કુતૂહલરહિત, વિનીત, સંયમી, દ્રઢધર્મી, પ્રિયધર્મી, પાપભીરુ અને કાર્ય-અકાર્યનો વિવેકી હોય છે.
આ વેશ્યાવાળો માણસ મરીને પહેલાં કે બીજા સ્વર્ગલોકમાં જન્મે છે. ૫. પદ્મલેશ્યાઃ
જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર ચંપાના ફૂલ કે હળદરના રંગના જેવા પીળા થાય છે તે સમયના ભાવને પદ્મવેશ્યા કહે છે.
પદ્મવેશ્યાવાળો માણસ શક્ય તમામ પ્રયત્નોથી કષાયોને (ક્રોધ-માન-માયા-લોભ) પાતળા પાડે, મન, વચન અને કાયાને વશમાં રાખે છે. તે મિત-હિત-પ્રિયભાષી, ક્ષમાવાન, ત્યાગપરાયણ, વ્રતપાલક તેમજ હરહાલમાં ખુશહાલ રહે છે.
પદ્મવેશ્યાવાળો મરીને પાંચમાં સ્વર્ગલોકમાં જાય છે. ૬. શુકુલ વેશ્યા:
જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચારો શંખ કે ગાયના દૂધ જેવાં શ્વેત થાય છે, તે સમયના ભાવને શુકુલલેશ્યા કહે છે.
શુકુલ વેશ્યાવાળો માણસ રાગ-દ્વેષથી સર્વાર્થ અને સંપૂર્ણ મુક્ત વીતરાગ હોય છે. એ આત્મજ્ઞાની, આત્મધ્યાની અને આત્માનુભાવી હોય છે.
આ લેગ્યામાં સ્થિર થયેલો માણસ મરીને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જન્મ પામે છે. અથવા તો એ સિદ્ધ બુદ્ધ અને મુક્ત બને છે.
આ છ લશ્યામાંથી પ્રથમની ત્રણ કૃષ્ણ-નીલ, અને કાપોત-લેશ્યાઓ ક્રમશ: અશુભતમ, અશુભતર અને અશુભ છે. માણસને તે ત્રણેય દુર્ગતિમાં ઢસડી જાય છે.
છેલ્લી ત્રણ તેજો, પત્ર અને શુકુલ-લેશ્યાઓ ક્રમશ: શુભ, શુભતર અને શુભતમ છે. માણસને આ ત્રણેય સદ્ગતિમાં લઈ જાય છે.
લેશ્યા એ માણસની મનોદશાનું સજીવ રેખાચિત્ર છે. જૈનેતર દાર્શનિકોએ પણ મનોદશાના આધાર પર માણસના વિવિધ રૂપ-સ્વરૂપનું રેખાચિત્ર દોરી આપ્યું છે. તેમણે “રજોગુણ” ને લોહિત લેખાવ્યો છે. કારણ રજોગુણ મનને મોહરંજિત કરે છે. ‘તમોગુણ'ને કૃષ્ણ કહ્યો છે. કારણ એ જ્ઞાનને આવૃત્ત કરે છે. “સત્ત્વગુણ'ને શુક્લ કહ્યો છે. કારણ તે મનને નિર્મળ અને નિર્મમ કરે છે.
રંગ વિજ્ઞાન colour science નો તો હમણાં વિકાસ થયો. રંગ-ચિકિત્સા chromotherapy પણ આજકાલની છે. આ બેનો અભ્યાસ કરતા નિ:શંક કહી શકાય કે રંગ વિજ્ઞાન અને રંગ ચિકિત્સાની આખી ઈમારત આ ‘લેશ્યા’ વિજ્ઞાન ઉપર ઊભી છે. પુનર્જન્મ
જૈનધર્મ આત્મવાદી ધર્મ છે. આત્માને તે શાશ્વત માને છે, આથી પુનર્જન્મમાં તેને દ્રઢ વિશ્વાસ છે. પુનર્જન્મ એટલે આત્મા સાથે જ્યાં સુધી કર્મો સંલગ્ન છે ત્યાં સુધી આત્માનું પુન: પુન: દેહધારણ.
५३