SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ તપ, જપ, વ્રત, ધ્યાન વગેરે ધર્મસાધના ઉગ્રપણે અને ઉત્કૃષ્ટ કરવી જોઈએ. વધુને વધુ આત્મધ્યાન ધરવું જોઈએ. ૭. જીવાત્મા ઊંચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ બંનેય આઠ-આઠ પ્રકારે બાંધ છે.: જીવાત્મા જાતિ, કૂળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ નો અને ઐાર્યનો મ ન કરે, તેનું અભિમાન ન રાખે તો ઉંચ ગોત્ર કર્મનો બંધ કરે છે અને આ આઠનું અભિમાન કરે તો નીચ ગોત્ર કર્મનો બંધ કરે છે. ગોત્રકર્મના બંધનમાંથી મુક્ત થવા માટે વિનમ્ર બનવું જોઈએ. પ્રેમાળ અને મિલનસાર થવું જોઈએ. કોઈનાય પ્રત્યે કોજ ભેદભાવ રાખ્યા વિના સહુ સાથે સમાન ભાવ રાખવા જોઈએ. ૮. જીવાત્મા નામ કર્મ પછી તે શુભ નામકર્મ હોય કે અશુભ નામકર્મ હોય, તે બંને ય કર્મ ચાર ચાર પ્રકારે બાંધે છે: જીવાત્મા મન, વચન અને કાયાની સરળતા રાખવાથી તેમજ ક્લેશ-કંકાસ ન કરવાથી શુભ નામકર્મ બાંધે છે અને મન-વચન-કાયાની કઠારતા અને વક્તા રાખવાથી તેમજ કદાગ્રહ રાખવાથી અશુભ નામકર્મ બાંધ છે. જીવાત્માએ નામ કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે વૃત્તિ, વિચાર અને પ્રવૃત્તિ, ત્રણેય નિર્મળ અને નિર્મમ રાખવા જોઈએ. લેશ્યા સ્ફટિક રત્ન વિશુદ્ધને વિમળ, સ્વચ્છ અને પારદર્શી છે. આત્મા પણ તેના મૂળભૂત રૂપમાં એકદમ વિશુદ્ધ અને વિમળ છે. અને સ્ફટિક રત્ન સામે જે રંગ ધરવામાં આવે છે તેવા રંગનું તે દેખાય છે. એ જ પ્રમાણે આત્મા ઉપર જ્યારે પુદ્ગલ દ્રવ્યો આધિપત્ય જમાવે છે. ત્યારે આત્મા જુદા જુદા રૂપો ધારણ કરે છે. પુદ્ગલ દ્રવ્યોના સંસર્ગથી આત્મા વિભિન્ન વિધવિવિધ પરિણામી દેખાય છે. જૈન દર્શને આ પરિણામોનું એક નામ આપ્યું,‘લેશ્યા’. લેમ્પા એટલે મનોવૃત્તિ. વૃત્તિ અને વિચાર એટલે લેસ્પા. વિચારની, વાતાવરણની, તેમજ આાર-વિહારની તન અને મન ઉપર તીવ્ર કે મંદ અસર અચૂક પડે છે. એ અસર અનુસાર શરીરના રંગ બદલાય છે. દા.ત. ગુસ્સામાં માણસો ચહેરો લાલ રંગનો થઈ જાય છે. નિરાશા અને હતાશામાં ડૂબેલાનો ચહેરો રાખ જેવો ફિક્કો હોય છે. આ બધા રંગપલ્સ લેમ્પાને આભારી છે. વૃત્તિ અને વિચારથી બદલાતા રંગોના આધારે લેશ્યાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વૈશ્યા છ પ્રકારની છે. : ૧. કૃષ્ણ લેશ્યા: જે સમયે માણસની મનની વૃત્તિ અને વિચાર કાજળ જેવાં કાળા હોય છે, તે સમયના ભાવને કૃષ્ણ લેમ્પા કહે છે. આ અવસ્થામાં માણસ પોતે પાપ કરે, બીજા પાસે કરાવરાવે, બીજો પાપ કરતો હોય તેનું સમર્થન કરે, પાંચેય ઇન્દ્રિયનો બેફામ ઉપયોગ કરે. આલોક અને પરલોકના દુ:ખથી ડરે નહિ. તે ધર્મહીન, નિર્દય, ઇર્ષ્યાળુ, અત્યંત ક્રોધી, ખારીલી અને ખૂન્નસવાળો હોય છે. કૃષ્ણ લેમ્પાવાળો જીવાત્મા મરીને પાંચમી, છરી કે સાતમી નરકે જાય છે. ૨. નીલલેશ્યા: જે સમયે માણસના મનની વૃત્તિ અને વિચાર નીલમ મણિ જેવા નીલા (વાદળી કે લીલા) થાય છે, તે સમયના ભાવને નીલ લેશ્યા કહે છે. આ અવસ્થામાં માણસ અસહિષ્ણુ બને છે, બીજાના ગુણને તે સહી શકતો નથી, પોર્ત જ્ઞાનાભ્યાસ કરતો નથી અને બીજાને કરવા દેતો નથી. તે રસલોલુપ, વિષય લંપટ, આળસુ, એદી, અભિમાની અને બીકણ હોય છે. ५२
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy