________________
કરી શકતો નથી. તે માટે તેને ઉત્સાહ નથી જાગતો.
આ કર્મના ૫ પ્રકાર છે. ૫. વેદનીય કર્મ
આ કર્મ તલવારની ધાર જેવું હોય છે. તે આત્માના મૂળ “અક્ષય સુખ’ ગુણને આવૃત્ત કરે છે.
વેદનીય કર્મના મુખ્યત્વે બે ભેદ છે. ૧. શાતા વેદનીય અને ૨. અશાતા વેદનીય. શાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્માને મનપસંદ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા અનેકવિધ દુ:ખોથી રીબાય છે, રડે છે. અશાતા વેદનીય કર્મના લીધે જીવાત્માના હૈયે અજંપો અને અશાંતિ, બેચેની અને બેદિલી રહે છે, અકારણ પણ ઉદાસ રહે છે. શાતા વેદનીય કર્મથી જીવાત્મા શાંત, પ્રસન્ન, સુખી અને નિરોગી રહે છે.
આ કર્મના ૨ પ્રકાર છે. ૬. આયુષ્ય કર્મ
આ કર્મ કેદખાના જેવું હોય છે. તે આત્માના મૂળ “અક્ષય સ્થિતિ' ગુણને આવૃત્ત કરે છે.
આયુષ્ય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ પ્રમાણે જીવાત્મા અમુક સમય માટે અમુક પ્રકારનું જીવન જીવે છે. આ જીવન ૮૪ લાખ જીવનમાંથી કોઈપણ પ્રકારનું હોઈ શકે.
આ કર્મના ૪ પ્રકાર છે. ૭. ગોત્રકર્મ
આ કર્મ કુંભારે ઘડેલાં ઘડાં જેવું છે. તે આત્માનું મૂળ “અગુરુલઘુ’ ગુણને આવૃત્ત કરે છે. | ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર-કર્મ એમ ગોત્ર કર્મના બે મુખ્ય ભેદ છે. ઉચ્ચ ગોત્રકર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા ઊંચી નાત-જાત અને કુળમાં જન્મ પામે છે. સુંદર રૂપ, તીવ્ર બુદ્ધિ મળે છે. ધર્મશૂરો બને છે. પ્રતિષ્ઠા
છે. જ્યારે નીચ ગોત્ર-કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા નીચ અને હલકી નાત-જાત અને કૂળમાં જન્મ પામે છે. તેનાં જીવનમાં બધાં પ્રકારની ઉણપ અધૂરપ હોય છે.
આ કર્મના ૨ પ્રકાર છે. ૮. નામકર્મ
આ કર્મ ચિતારા જેવું છે. તે આત્માના મૂળ ‘અપીપણું' ગુણને આવૃત્ત કરે છે. નામ કર્મના મુખ્યત્વે બે ભેદ છે. ૧. શુભ નામ-કર્મ અને ૨. અશુભ નામ-કર્મ. શુભ નામ-કર્મ ઉદયમાં
ભાને સુંદર શરીર, સંપૂર્ણ આયુષ્ય અને ઉત્તમ આરોગ્ય તેમજ મનગમતાં સુખ મળે છે. બીજાઓને સહજ માન થાય તેવું સૌભાગી જીવન તેને મળે છે. જ્યારે અશુભ નામ કર્મના ઉદયથી જીવાત્માને બેડોળ અને બેઢંગું શરીર મળે છે. તેનું જીવન તમામ દુર્ભાગ્યનો સરવાળો હોય છે.
નામ કર્મના ૧૦૩ પ્રકાર છે.
આ આઠેય કર્મોની ભીંસમાંથી આત્મા સર્વથા અને સંપૂર્ણ છૂટી જાય છે મુક્ત બને છે ત્યારે તેના સહજ અને મૌલિક ગુણોનું શતદલ કમળ વિકસે છે.
બસ, આ જ મુક્તિ છે. અહીં જ મોક્ષ છે.
દરેક જીવાત્માએ પોતાની જીવનયાત્રા અહીં જ મુક્તિધામે પૂર્ણ કરવાની છે. કર્મ-બંધ અને કર્મમુક્તિ
આઠ કર્મનું સ્વરૂપ જોયું. તેનાં ફળની પણ વિચારણા કરી. હવે થોડુંક વિચારીએ કે શું કરવાથી કયું કર્મ બંધાય છે. અને શું કરવાથી કર્મ-બંધનમાંથી મુક્તિ મળે છે. ૧. જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે:
૧. જ્ઞાન તેમજ જ્ઞાનીની નિંદા કરવાથી. ૨. જ્ઞાનીનો ઉપકાર ભૂલી જવાથી. ૩. જ્ઞાન તેમજ જ્ઞાનીનું અપમાન કરવાથી. ૪. જ્ઞાનાભ્યાસમાં અવરોધ ઊભો કરવાથી. ૫. જ્ઞાનીની ઈર્ષ્યા અને તેમનો દ્વેષ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
૬૦