SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જેવું છે. કર્મ આત્મા પોતે જ પોતાના સુખ-દુ:ખનો કર્તા અને ભોક્તા છે. આ સુખ-દુ:ખ તેને તેનાં કર્મ અનુસાર મળે છે. આ કર્મને જૈનદર્શન સ્વતંત્ર તત્ત્વ માને છે. તેની ગણના તે પુદ્ગલમાં કરે છે. દારૂ પીવાથી માણસ ગાંડો બને છે. ક્લોરોફોર્મ સૂંઘાડવાથી તે બેભાન બને છે. બેડીથી તે બંધાય છે. દારૂ, ક્લોરોફોર્મ, બેડી વગેરે પૌગલિક વસ્તુઓ છે એ જ પ્રમાણે કર્મના સંયોગથી જીવાત્મા અનેકવિધ સુખ-દુ:ખના સંવેદના અનુભવે છે. આમ કર્મ પૌત્રલિક છે. કર્મના પરમાણુઓનો આત્મા ઉપર ઉડો અને આંતરિક પ્રભાવ પડે છે. શરીર પૌત્રલિક છે. તેનું કારણ કર્મ છે. મનભાવતા ભોજનથી સુખાનુભૂતિ થાય છે. લાકડી આદિ શસ્ત્રોની મારપીટથી દુ:ખાનુભૂતિ થાય છે. ભોજન અને શસ્ત્રો પૌગલિક છે. એ પ્રમાણે સુખ-દુ:ખનું કારણ કર્મ પણ પૌદ્ગલિક છે. આત્મા અને કર્મોનો સંબંધ અનાદિથી છે, પણ અનંત નથી. કર્મનો ક્ષય કરી શકાય છે. સંપૂર્ણ અને સર્વથા કર્મક્ષય થવાથી આત્મા પરમાત્મા બને છે. દા.ત. સોનું, ખાણમાં રહેલું સોનું માટીથી આવૃત્ત હોય છે. તેને વિવિધ પ્રક્રિયાઓથી શુદ્ધ અને સ્વચ્છ કરી શકાય છે. એમ કર્માવૃત્ત આત્માને પણ વિવિધ ધર્મારાધનાથી વિમળ અને વિબુધ બનાવી શકાય છે. જૈન દર્શને કર્મની ફિલસૂફી અંગે તલસ્પર્શી અને સમગ્રતયા વિચારણા કરી છે. કાર્ય-ભેદ/ફળ-ભેદ અનુસાર કર્મના મુખ્યત્વે આઠ પ્રકાર બતાવાયા છે. આ પ્રમાણે:૧. જ્ઞાનાવરણીય કર્મ આ કર્મ આંખ પર બાંધેલા પાટા જેવું છે. તે આત્માના મૂળ ‘અનંત ગુણ' ને ઢાંકે છે-આવૃત્ત કરે છે. જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા જાણવા યોગ્ય વિષયને જાણતો નથી, જિજ્ઞાસા હોવા છતાંય નથી જાણતો. જાણવા છતાંય નથી જાણતો. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે માણસ મૂર્ખ, બુદ્ધ, મંદબુદ્ધિ બને છે-રહે છે. મન-મગજ નબળા રહે છે. યાદશક્તિ અલ્પ હોય છે. ભણવામાં રસ-રૂચિ નથી રહેતાં. આ કર્મના ૫ પ્રકાર છે. ૨. દર્શનાવરણીય કર્મ આ કર્મ ગુરખા-ચોકીદાર જેવું હોય છે. તે આત્માના મૂળ ‘અનંત દર્શન’ ગુણને ઢાંકે છે-આવૃત્ત કરે છે. દર્શનાવરણ કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા જોવા યોગ્ય વિષયને જોતો નથી. જોવાની ઈચ્છા છતાં પણ નથી જોઈ શકતો. તેની દષ્ટિ આડે પડદો પડી જાય છે. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે માણસને અંધાપો આવે છે. નજર નબળી પડે છે. આંખના રોગ થાય છે, ઊંઘણશી બને છે, ઊંઘમાં ચાલે છે. ઊંઘમાં ન કરવાનું કરી બેસે છે. આ કર્મના ૯ પ્રકાર છે. ૩. મોહનીય કર્મ આ કર્મ દારૂ જેવું હોય છે. તે આત્માના મૂળ “અનન્ત ચારિત્ર” ગુણને આવૃત્ત કરે છે. મોહનીય કર્મ ઉદયમાં આવવાથી જીવાત્મા ચારિત્રહીન બને છે. રાગાંધ બને છે. ઈર્ષાળુ બને છે. વસ્તુ અને વ્યક્તિમાં આસક્ત રહે છે. તેનાં જીવનમાં એકથી વધુ દુર્ગુણ હોય છે. આ કર્મના ૨૮ પ્રકાર છે. ૪. અંતરાય કર્મ આ કર્મ ભંડારી (કોષાધ્યક્ષ) જેવું છે. જે આત્માના મૂળ “અનન્ત વીર્ય” ગુણને આવૃત્ત કરે છે. અંતરાય કર્મ ઉદયમાં આવવાથી પોતાની પાસે જે હોય છે તે ચાલ્યું જાય છે. અને મેળવવાની જે ઈચ્છા હોય છે તેની પ્રાપ્તિમાં અવરોધ ઉભો થાય છે. વધુ સરળપણે કહીએ તો આ કર્મના લીધે જીવાત્મા દાન દઈ શકતો નથી. લાભ મેળવી શકતો નથી. એક વખત ભોગવી શકાય તેવી ભોગ સામગ્રી ભોગવી શકતો નથી. વારંવાર ભોગવી શકાય તેવી સામગ્રીનો ઉપભોગ કરી શકતો નથી. ધર્મ સાધના-તપ-ત્યાગ-સંયમ-જપ કશું ४९
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy