SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આજનું વિજ્ઞાન જેને matter-મેટર કહે છે, અન્ય દર્શનો તેને ભૌતિક તત્ત્વ કહે છે, તેને જૈન દર્શને ‘પુદ્ગલ’ નામ આપ્યું છે. પુગલના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગને પરમાણ્' કહે છે. જૈન પરિભાષા અનુસાર અછેદ્ય, અભેદ્ય, અગ્રાહ્ય અને નિર્વિભાગી પુગલને ‘પરમાણુ’ કહેવામાં આવે છે. વિવિધ દર્શનો અને આજના ભૌતિક વિજ્ઞાનનાં સમગ્રતયા અભ્યાસ કરતાં જરૂર કહી શકાય કે જૈન દર્શને સર્વ પ્રથમ પરમાણુવાદના સિદ્ધાન્તને જન્મ આપ્યો છે. પુદ્ગલ અને પરમાણુ અંગે જૈન દર્શને તલસ્પર્શી ચિંતન કર્યું છે, જૈન દર્શને સર્વ પ્રથમ શબ્દને પુદ્ગલ હ્યો. એટલું જ નહિ તેની ગતિ, વ્યાપ, ઉત્પત્તિ આદિ વિવિધ બાબતોની પણ સમજ આપી. રેડીર્યા, ટેલીવીઝ્ન, ટેલીફોન, વાયરલેસ વગેરે શબ્દનો જન્મ પણ નહોતો થયો તે અગાઉ યુગો પહેલાં જૈન દર્શને કહ્યું કે સુધીષા ઘંટાની શબ્દ-અવાજ અસંખ્ય માઇલ દૂર રહેલ ઘંટીમાં પ્રતિધ્વનિત થાય છે. શબ્દ ક્ષણાર્ધમાં લોકમાં વ્યાપી જાય છે, આ વાત પણ હજારો વરસ પહેલાં જૈન દર્શને કહી કરી હતી, જૈન દર્શનના મતાનુસાર આ સમગ્ર દ્રશ્ય સંસાર પૌદ્ગલિક છે. તાત્પર્ય-દ્રષ્ટિએ વિચારીએ તો આ જગત જીવ અને પરમાણુઓના વિભિન્ન સંયોગોનું જ પરિણામ છે. ૫. કાળ સમય (Time) આદિને કાળ કહે છે. કાળના ચાર પ્રકાર છેઃ ૧. પ્રમાણ-કાળ, ૨. યથાયુ-નિવૃત્તિ કાળ, ૩. મરણ-કાળ અને ૪. અદ્ધા કાળ. ૧. કાળ દ્વારા પદાર્થ માપી શકાય છે આથી તેને ‘પ્રમાણ કાળ' કહે છે. ૨. જીવન અને મૃત્યુ કાળ સાપેક્ષ છે. આથી જીવનની અવસ્થાને યથાયુ-નિવૃત્તિકાળ કહે છે. ૩. જીવનના અંતને મરણકાળ કહે છે. ૪. સૂર્ય-ચંદ્ર આદિની ગતિ સાથે સંબંધ રાખનારને અદ્ધાકાળ કહે છે. દા.ત. સવાર, બપોર, સાંજ, કલાક મિનિટ વગેરે. આ અદ્ધા-કાળ વ્યવહારિક છે અને તેનો ઉપયોગ મનુષ્ય લોકમાં જ થાય છે. જૈન દર્શનની કાળગણના અનોખી અને આગવી છે. સમકાળ ૧,૬૭,૩૭,૨૧૬, આવલિકા ૩૦ મુહૂર્ત ૧૫ દિવસ ૨ પક્ષ ૨ મહિના ૩ઋતુ ૨ અયન અસંખ્ય વર્ષ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ સાગરોપમ ૧ અવસર્પિણી · એક આવલિકા એક મુહૂર્ત એક દિવસ-રાત (આખો દિવસ) - એક પખવાડિયું - એક પક્ષ એક મહિના - એક ત એક અયન એક વસ એક પલ્યોપમ એક સાગરોપમ – એક અવસર્પિણી કે એક ઉત્સર્પિણી કાળચક્ર ૧ ઉત્સર્પિણી અનન્ત કાળચક્ર (ક્રોડાક્રોડી: કરોડનો કરોડથી ગુણાકાર કરવો.) કાળના આ બધા વિભાગોને ટૂંકમાં ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. - એક પુદ્ગલ પરાવર્તન ૩. પુણ્યતત્ત્વ સવૃત્તિ, સદ્વિચાર અને સદાચારને પુણ્ય કહે છે. ‘શુભકર્મ’ ને પણ પુણ્ય કહે છે. જે નિમિત્તથી પુણ્ય ઉપાર્જન થાય તેને પણ પુણ્ય કહે છે. આવું નિમિત્ત પુણ્ય નવ પ્રકારનું છે. સુપાત્રને-સુયોગ્યને અન્નદાન દેવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેને અન્ન પુણ્ય કહે છે, એ પ્રમાણે પાણી, સ્થાન (ઘર), શયન (સૂર્વા-પાથરવાનાં સાધનો), વસ્ત્ર, મન, વચન, કાયા અને નમસ્કાર-આ નવ પુણ્ય છે. વિસ્તારથી તેનાં ૪૨ પ્રકાર છે. ४७
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy