________________
અસ્તિકાય અને “કાળ' - આ છ ને દ્રવ્ય કહે છે. જૈન દર્શનમાં આ છ પદ્રવ્ય તરીકે ખ્યાત છે. અને આ છે દ્રવ્યનું વિશ્વ બનેલું છે.
છ દ્રવ્યમાંથી જીવાસ્તિકાય અંગે જીવ તત્ત્વમાં વિચારણા કરી. હવે બાકીના પાંચ દ્રવ્યની વિચારણા કરીએ.
તમામ દર્શનોમાં માત્ર જૈનદર્શને ધર્મ અને અધર્મની ગણના દ્રવ્યમાં કરી છે. આમ તો ધર્મ એટલે શુભ પ્રવૃત્તિ અને અધર્મ એટલે અશુભ પ્રવૃત્તિ-આવો અર્થ સાર્વત્રિક સ્વીકારાયો છે. જૈન દર્શન પણ આ અર્થને સ્વીકારે છે. સાથોસાથ જૈન દર્શન વૈજ્ઞાનિક અર્થથી ધર્મ અને અધર્મને અલગ અસ્મિતા પણ આપે છે.
પ્રસિદ્ધ વિજ્ઞાની ન્યૂટને સર્વ પ્રથમ ગતિ-તત્ત્વ medium of motion નો સ્વીકાર કર્યો. ત્યાર બાદ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને ગતિ-તત્ત્વને સાબિત ને સ્થાપિત કર્યું. વિજ્ઞાનનો દરેક વિદ્યાર્થી “ઇથર’ શબ્દથી સુપરિચિત છે. આ “ઇથર’ ગતિતત્ત્વ કહી શકાય.
વિજ્ઞાનના આવિષ્કાર અગાઉ, વિના પ્રયોગશાળાએ જિનેશ્વર પરમાત્માઓએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી હજારો વરસ પહેલાં ગતિ-તત્ત્વની ઘોષણા કરી. શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: ‘જેટલા પણ ચલ ભાવ છે, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પંદન માત્ર છે તે બધાં ધર્મની સહાયતાથી પ્રવૃત્ત થાય છે.' આમ કહીને ભગવાને બતાવ્યું-સમજાવ્યું કે ધર્મ ગતિ-સહાયક છે અને અધર્મ સ્થિતિ-સહાયક છે. ગતિ અને સ્થિતિ બંને સાપેક્ષ છે. એકના અસ્તિત્વથી બીજાનું અસ્તિત્વ અત્યંત અપેક્ષિત છે. ૧. ધર્માસ્તિકાય
ગતિક્રિયામાં પ્રવૃત્ત થતા જીવ અને પુદ્ગલોની ગતિમાં સહાયક થતા દ્રવ્યને “ધર્માસ્તિકાય' કહે છે. વિજ્ઞાનસંમત “ઇથર’ જૈન દર્શન માન્ય “ધર્માસ્તિકાય છે. ગતિનું તત્ત્વ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ધર્માસ્તિકાયની મદદથી જ જડ અને ચેતન પદાર્થોમાં ગતિ થાય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પંદન પણ આ ધર્માસ્તિકાયથી થાય છે. જે કંઈ ચલ છે, તે બધાનું સહાયક “ધર્માસ્તિકાય’ છે.
ગૌતમસ્વામીએ પૂછ્યું, “હે ભગવંતુ! ધર્માસ્તિકાય (ગતિ સહાયક તત્ત્વ) થી જીવોને શું લાભ થાય છે? ભગવાન મહાવીરે કહ્યું:
“હે ગૌતમ! ગતિની સહાય ન હોય તો કોણ આવે અને કોણ જાય? શબ્દના તરંગો કેવી રીતે ફેલાય? આંખ કેવી રીતે ખુલે? કોણ મનન કરે? કોણ બોલે? કોણ હાલ-ચાલે? તો તો આ વિશ્વ અચલ જ હોત. જે ચલ છે તે દરેકનું આલંબન ધર્માસ્તિકાય જ છે.' ૨. અધર્માસ્તિકાય
સ્થાનમાં (ગતિ-નિવૃત્તિમાં) જીવ અને પુદ્ગલોની સ્થિતિમાં સહાયક બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે. સ્થિર થવામાં મદદગાર બનતા દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે.
ગૌતમસ્વામીએ પૂછ્યું: “હે ભગવંતું! અધર્માસ્તિકાય (સ્થિતિ સહાયક તત્ત્વ) થી જીવોને શું લાભ થાય છે.?'
ભગવાન મહાવીરે કહ્યું:
‘હે ગૌતમ! સ્થિતિને સહારો ન હોત તો કોણ ઉભું રહી શકત? કોણ બેસત? કોણ સૂવત? કોણ મનને એકાગ્ર કરી શકત? મૌન કોણ કરત? કોણ નિ:સ્પદ બનત? તો તો આ વિશ્વ ચલ જ હોત. જે સ્થિર છે તે દરેકનું આલંબન અધર્માસ્તિકાય (સ્થિતિસહાયક તત્ત્વ) જ છે. ૩. આકાશાસ્તિકાય
રહેવા માટેની જગ્યા-અવકાશ આપનાર દ્રવ્યને આકાશાસ્તિકાય કહે છે.
આકાશના બે ભેદ છે: લોકાકાશ અને અલોકાકાશ. જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, જ્યાં ગતિ અને સ્થિતિ છે. તેને લોકાકાશ' કહે છે. જ્યાં આ બન્નેનું અસ્તિત્વ નથી, તેને “અલોકાકાશ' કહે છે. ત્યાં કોઈ પુદ્ગલ કે પરમાણુ નથી. ત્યાં છે. માત્ર અવકાશ જ અવકાશ. ૪. ૫ગલાસ્તિકાય
જે દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી યુક્ત છે, તે પુદ્ગલ છે. તે અખંડ દ્રવ્ય નથી. તેનું સૌથી નાનું રૂપ પરમાણુ છે અને સૌથી મોટું રૂપ વિશ્વવ્યાપી અચિત મહાસ્કલ્પ. બનવું (પૂરણ) અને બગડવું (ગલન) એ તેનો સ્વભાવ છે.
४६