________________
(૫૩) ચૈત્ર વદ ૫ (૧૯૯૨) નો બોધ
-
તા. ૧૨-૪-૩૬
મુખ્ય માર્ગ છે ભક્તિ. જે કરશે એ ઊગી નીકળશે. કર્તવ્ય છે. ભક્તિનું ફળ મળશે. પોતાનું કર્તવ્ય છે, આખર બીજાનું કામ નથી.
ઓળખાણ જ્ઞાની પુરુષની યથાતથ્ય તે માન્ય. મારી કલ્પના ખોટી; મારે તો શ્રી સદ્ગુરુદેવ પરમકૃપાળુદેવે આત્મા યથાતથ્ય જાણ્યો છે તે માન્ય
છી
તે આત્મા જામ્યો છે તે કોઈની કૃપાદષ્ટિ તેણે જણાવ્યો, તે જાણ્યો, યથાતથ્ય છે. તે વગર બીજું છે નહિ.
મૂળ વસ્તુ આતમભાવના. જેમ બને તેમ રાગદ્વેષ કર્તવ્ય નથી. જીવ બધા રૂડા છે. સ્મૃતિ વિસરી જવાય છે.
પુદ્ગલ છે તે આત્મા નોય, આત્મા આત્મા છે. જ્ઞાનીએ જ આત્મા જાણ્યો છે. જ્ઞાની વગર કોઈ કહેશે જામ્યો છે તે મિથ્યા છે. યાદ રાખવા લાયક છે. એક ભક્તિમાત્ર જ કર્તવ્ય છે.
મનુષ્યભવ દુર્લભ. આત્મજ્ઞાની હોય તે આત્મા જાણવો. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું.
વીસ ભક્તિના દોહા મહામંત્ર છે. યમ નિયમ ક્ષમાપનાનો પાઠ, ત્રણ વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન, લક્ષ-ખ્યાલમાં રાખવા.
આત્મા જેવો. આત્મા છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાની જોયો તે આત્મા. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવ. ચાંદ જેને ચોડ્યો છે.
આત્મહિત થવાનું છે.
સ્મૃતિ કરવી :- આત્મા છે, “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે તે સર્વ જ્ઞાનીએ જાણ્યા તે યથાતથ્ય સત્ય