________________
(૫૪)
છે. તે મંત્ર બહુ જબરો છે. આત્માને લક્ષ રાખવા યોગ્ય છે.
ડૉક્ટર છે, નિમિત્ત છે. કર્મ ભભક્યાં છે તે કર્મ જાણો. વહેવારે કરવાનું છે, નિશ્ચયે નહિ. પ્રકૃતિ છે. સહુ સાધન બંધન થયાં છે.
મનુષ્યભવ દુર્લભ છે. સત્પુરુષ ઉપરની શ્રદ્ધા. કાલા ઘેલાની વાત છે. કહેવાશે હા હા ગોટીલા. સત્ તે આત્મા સત્ છે. તેનું કલ્યાણ છે. મુદ્દે રકમ શ્રદ્ધા. શ્રદ્ધા પરમ દુધહા.
૧૩-૪-૩૬ (સવારે)
આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે. (આંગળીના ઈશારાથી જણાવ્યું).
વિશ્વભાવ વ્યાપી, તદપિ એક વિમળ ચિત્તૂપ જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતો જિન ભૂપ.
એક આત્મા બીજું કોઈ નહિ, તેનો મહોત્સવ, મૃત્યુ મહોત્સવ. આત્મા ધર્મ. આજ્ઞા એ ધર્મ. કૃપાળુદેવની આજ્ઞા. સહુની નજરમાં આવે તે પ્રવર્તન. આજ્ઞા કૃપાળુદેવની-જે આજ્ઞા છે તે. “આણાએ ધમ્મો, આણાએ તવ્યો.’’
પરમકૃપાળુદેવનું શરણું છે તે માન્ય છે.
મતમતાંતર, ભેદાભેદ, પક્ષપાત નથી. વાત છે માન્યાની. પરમકૃપાળુદેવે મને કહ્યું છે એ વગર વાત નથી.
ગુરુદેવ, સહજાત્મસ્વરૂપ, રાજચંદ્રજી, કૃપાળુદેવ છે. આત્મા છે, જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે.
આત્મા કોને કહીએ ? જ્ઞાનીએ આત્મા જોયો છે, એમણે જેને જણાવ્યો તે માન્ય કરવો. એ વગર નહિ.
એક
મૃત્યુ મહોત્સવ છે, બીજે કોઈ ઠેકાણે મળે એમ નથી, એક મૃત્યુ