________________
(૪૮)
“અચળરૂપ આશક્તિ નહિ, નહિ વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ.’’
વિરહ
વિરહ વિશેષ કલ્યાણકર્તા છે. વિરહમાં જ અસંગતા, નિર્ભયતા, નિઃશંક આત્મસ્વરૂપની પ્રાપ્તિનું કારણ થાય છે; કારણ જ્યાં સદ્વિચાર પ્રગટ થાય છે ત્યાં આત્મસ્વરૂપનો નિર્ણય થાય છે અને તે સદ્વિચારનું કારણ વિશેષ વૈરાગ્ય, અભ્યાસ, તિતિક્ષા આદિની અવશ્ય જરૂર છે; (તિતિક્ષા = સુખ દુ:ખનું સહન કરવું) અને નિવૃત્તિસ્થળે નિર્જન ભૂમિકામાં તે ગુણો સહેજે પ્રગટ થવાનું નિમિત્ત છે, પણ તીવ્ર જિજ્ઞાસા તથા તીવ્ર મુમુક્ષુતા હોય તો જ તેવા ગુણો આત્મા ધારણ કરી શકે, નહિ તો આર્તધ્યાન કરી વિશેષ મોહની કર્મ ઉપાર્જન કરે છે, માટે સત્પુરુષના વિરહે વિશેષ પુરુષાર્થ કરી વચનામૃતનું અવલંબન લઈ આત્માને નિર્ભય, નિઃશંક, જન્મજરામરણરહિત, દેહથી જુદો જ્ઞાનસ્વરૂપ, એવી પ્રતીતિ કરવી. (શ્રી લઘુરાજ સ્વામી)