SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫ મૂળ. મૂળ માર્ગ શ્રી સદ્ગુરુચરણાય નમઃ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ ; નો'ય પૂજાદિની (કાશી) કામના રે, નોય વહાલું અંતર ભવદુઃખ કરી જે જે વચનની તુલના રે, જો જે શોધીને જિનસિદ્ધાંત; માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ; મૂળ.૧ મૂળ મૂળ૨ મૂળ.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy