SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂ. એ શ્રીને કહેલું : ‘‘અમને આપવાનું હોય તે આપી દો.’’ ત્યારે શ્રી એ કહેલું : (૧) ‘‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત.’’ (૩૦) (૨) લો, અમે બધું આજે આપી દઈએ છીએ. બધું આપી દીધું. * પ્રભુશ્રીએ લખાવેલું : સત્પુરુષની સાચી શ્રદ્ધા આવી ક્યારે સમજાય ? અંતર આત્મા થવાથી. અંતર આત્મા શાથી થવાય ? સત્પુરુષની દૃષ્ટિએ એની માને માન ગણી વર્તાય ત્યારે. સત્પુરુષની દૃષ્ટિએ શાથી રહેવાય ? સત્પુરુષના બોધે. (આ.સિ.ગાથા. ૧૦૧) પોતાને પોતાનો બોધ થવાથી પોતાને પોતામાં શમાઈ જવું – ભાવથી અને વિચારથી – બીજા વિકલ્પો મૂકીને – આ વિચાર સમાધિને આપે છે. - સ્વચ્છંદ, પ્રમાદ મૂકીને જાગૃત થા જાગૃત થા. સત્સંગ સત્પુરુષના બોધે વિચાર કર્તવ્ય છે. બોધ હોય તે પ્રમાણે ભાવ કરવો તે પુરુષાર્થ - પરિણમશે. એકલો પુરુષાર્થ નકામો છે, સત્ પુરુષાર્થ કરવો. નિમિત્ત જોઈશે. બોધ પ્રમાણે ભાવ ભાવ તે ભક્તિ છે. -
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy