________________
tet1 TBS
-
NGS
:
'આજ **, *** *
*
*
(૨૮) મને કાંઈ સમજ પડતી નથી, પણ તેં જાણ્યું છે તે સત્ છે” – એવો આશ્રયભાવ રાખવો. આ સમકિતનું કારણ છે.
પહેલાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અગુરુલઘુ, ગુણ-ગુણી, અવ્યાબાધ એવા બોલ અમે મોઢે કરેલા, પણ કંઈ સમજાય નહીં. પણ તે આત્માના ગુણ છે, બીજરૂપ છે. સદ્ગુરુશરણાથી જેમ કાળ ગયો તેમ તેમ તેના વિચાર થતા ગયા ! તેમ દ્રવ્યત્વ શું? અગુરુલઘુત્વ કોને કહીએ ? તેના ભેદ ? તે ન માનીએ તો શું ? એવા કંઈ કંઈ વિચાર તે ઉપરથી આવે અને ભવસ્થિતિ આદિ કારણ પ્રાપ્ત થઈ સમ્યકત્વનું કારણ થાય. માટે આ બોલ મુખપાઠ કરી રાખવા અને એની વિચારણામાં રહેવાનું કરવું.
આ વિચારો લખી લેવા જેવા છે; કારણ કે તે આત્માના ઘરના છે. આત્મહિતકારક છે. હવે એ વસ્તુની ખોજમાં, વિચારમાં રહેવું. મર ! કર્મના ઉદયે ચિત્તવૃત્તિ સ્થિર ન રહે અને ખસી જાય તો પણ પાછી તેમાં લાવવી. અને ભાવના એ જ રાખવી. ભાવના મોટી વસ્તુ છે. જાગૃત રહેવાની જરૂર છે. લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પુદ્ગલ કાનમાં પડ્યાં.