________________
(૨૭) - છ દ્રવ્યના સામાન્ય ધર્મ
છ દ્રવ્યના સામાન્ય ધર્મ તે મુખપાઠ કરી રાખવા. (૧) અસ્તિત્વ – ત્રણે કાળ હોવાપણું યા નાશ નહીં તે. (૨) વસ્તુત્વ - કંઈ વસ્તુપણું અથવા પદાર્થપણું તે. (૩) દ્રવ્યત્વ – પોતપોતાના ગુણ પર્યાયને પૂરવાપણું તે. (૪) પ્રમેય - કોઈ પણ પ્રકારે માપપણું અથવા પ્રમાણ થવું તે. (૫) અગુરુલઘુત્વ – તે તે પદાર્થ યા તેના ગુણપર્યાયનું કમપેશ ન થવું
અથવા જેમ છે તેમ કાયમ હોવાપણું તે. (૬) પ્રદેશત્વ - જે શક્તિના નિમિત્તથી દ્રવ્યમાં વિશેષ આકાર થાય છે તે.
સામાન્ય ગુણના છ બોલ
(ઉપદેશામૃત પૃ. ૩૩૩) સામાન્ય ગુણના છ બોલ છે તે મુખપાઠ કરી રાખવા.
(૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુ લઘુત્વ (૬) પ્રદેશત્ત્વ-એ અનુપૂર્વી અને (૬) પ્રદેશq, (૫) અગુરુલઘુત્વ, (૪) પ્રમેયત્વ, (૩) દ્રવ્યત્વ, (૨) વસ્તૃત્વ, (૧) અસ્તિત્વ - એ ‘પચ્છાનુપૂર્વી એમ બોલાય છે.
ઊંઘમાં પણ કડકડ બોલી જવાય તેવા એ છ બોલ મુખપાઠ કરી દેવા. બીજું કંઈ ન સમજાય તો “હે ભગવાન, તારી ગતિ તું જાણે હો દેવ, એમ મોટા પુરુષ પણ કહી ગયા છે તો મારું શું ગજું? પણ તેં જે આત્મસ્વરૂપ જાણ્યું છે તે માટે માન્ય છે; અને મને જે આ દેખાય છે, ઈષ્ટ-અનિષ્ટપણું ઘડીઘડીમાં લાગે છે, તે હવે હું નહીં માનું. હે પ્રભુ, તારું સંમત કરેલું મને પ્રાપ્ત થાઓ;