________________
(૪૧૦)
વિશેષપણું નથી.’')
સદાચારી બધાને ગમે છે. સદાચાર સેવવા પણ ધર્મ આત્મામાં છે તે સમજમાં રાખવું.
એક બાઈ હતી. સામાયિક લીધું. હતું. શ્રી વ્યાખ્યાન વાંચતા હતા. છોકરાઓની તકરાર થઈ. તે તેણે સાંભળ્યું એટલે તે ઊઠીને શ્રીને કહે - આ તમારું સામાયિક – એમ કહી પોતાના છોકરાનું ઉપરાણું લીધું અને બીજાને મારવા દોડી.
શ્રી :- સામાયિક આવું હોતું હશે ? સમજ, સમતા છે ત્યાં સામાયિક છે. વ્રતનિયમ કરવા – તેથી પુણ્ય બંધાય છે પણ સમજીને કરે ફળ જુદું આવે છે. સમકિતી નોકરને ઠપકો આપે કે નહીં ?
બધાએ જવાબ આપ્યો – ‘‘હા’’ પણ તેની સમજમાં ફેર હોય. શ્રીઃ- આ બધું કર્મ છે. નિમિત્તથી ક્રોધ થાય પણ તે બધું કર્મ છે. તેવી સમજ સમકિતીની હોય.
(બીજો દાખલો) રાજાએ બધાને પૂછ્યું :- કોઈ થપ્પડ મારે ને મુંછ ખેંચે તો શું શિક્ષા કરવી ? પ્રધાન સમજુ – તેણે કહ્યું – “તેને રાજ આપવું’’ (પ્રધાન સમજી ગયા હતા કે કુંવરને ઉદ્દેશીને રાજાએ પ્રશ્ન પૂછ્યો હતો તેથી તેણે કહ્યું ‘‘રાજ આપવું.’’) તે બધું રાગમાં શમાય, રાગ તે કર્મ છે.
(બીજો દાખલો) એક શેઠના છોકરાએ તેના બાપાની પાસે રમકડું માગતાં, તેના બાપાની પાસે ખત હતું તે ફાડી નાખ્યું. શેઠ છોકરા ઉપર ગુસ્સે ન થતા, ઊઠીને રમકડું અપાવી આવ્યો.
વિનય-સમતા-ક્ષમા તે કરવું.
(પ્રશ્ન) સ્વર્ગ, નર્ક, છે કે કેમ ? અશુભ અધ્યવસાય તે નરક ગતિ. શુભ અધ્યવસાય તે સ્વર્ગગતિ.
શ્રીએ કહ્યું :- પ્રમાણથી વાત થઈ શકે છે. (ત્રણ પ્રમાણ છે) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા. કોઈ માણસ કહે કે મને ઢોર જેવું દુ:ખ છે તે ઉપમાથી. આ બધા પર્યાય છે. પર્યાયષ્ટિ ફેરવવાની છે.
‘‘માત્ર દષ્ટિ કી ભૂલ હૈ” – સ્યાદ્વાદમાં જે દષ્ટિથી જુએ તે દૃષ્ટિથી