________________
(૪૦૯)
જે
સુખ છે તે સમજાવે છે. માટે ત્યાગમાં જ સુખ છે. (આજથી પર્યુષણની શરૂઆત)
તા ૧૮-૮-૩૩
રાગદ્વેષથી બંધન ભોગવી રહ્યો છે. અને બંધન કરી રહ્યો છે. આ બધામાંથી મૂકાવવો છે.
પર્યાયષ્ટિ કાઢી નાખવી. મમતા થતી હોય ત્યાં સમતા કરી નાખવી. કોઈ ભુંડું કરે તો ભલું ચિંતવવું. તારું ભુંડું થતું નથી. ‘‘આત્મા મને દેખાતો નથી પણ જ્ઞાનીએ જોયો છે તે મને માન્ય છે. પ્રેમ ત્યાં કરીશ. બીજે પ્રેમ નહીં કરું’’ એવું કરી નાખ.
આજે પર્યુષણનો પહેલો દિવસ છે.
ભક્તિ ખુલ્લા હોલમાં પહેલીવાર થઈ. ઉપર પ્રમાણે શ્રીએ ઘણું પ્રવચન
ર્યું.
તા. ૨૧-૮-૩૩
સાંભળ્યું છે, સાંભળ્યું છે, એમ કહી તમે સામાન્ય કરી નાખો છો. ઘણીવખતે કહ્યું છે, ફરીફરી એ જ કહેવાનું છે. અમારે એને જાગૃત
કરવો છે.
આવા પર્વના દિવસે જે કંઈ લાભ ઉઠાવવાનો છે તે એ જ છે. તે શું ? શ્રદ્ધા. આત્મા ન હોય તો બધાં મડદાં છે. તે છે તેથી બધું છે. તેની વાત જ નથી. બધાના ઉપાય છે. સર્વનો ઉપાય પુરુષાર્થ છે.
કોઈ ખત લખ્યું હોય, તેમાં સાક્ષી હોય તો તે ખત પછી કોઈ ખોટું કરી શકતું નથી. સાક્ષીની જરૂર છે.
અમે વચનના પુદ્ગલ ખેરવીએ છીએ તે પર્યાય નાખીએ છીએ. જાગૃત કરીએ છીએ.
તા. ૨૨-૮-૩૩
આત્મા સાખે ધર્મ, ત્યાં બીજાનું શું કામ ? એક આત્મા ન હોય તો બધા મડદાં છે. માટે મોટામાં મોટો દેવ આત્મા છે. તે જ ધર્મ છે. આત્માની દયા ખાવાની છે. અનંત દર્શન વગેરે રિદ્ધિ સિદ્ધિ છે તે કંઈ ઓછી છે ? (પત્ર૬૦૧-‘‘આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કંઈ