________________
(૪૧૧)
જોવાય. છોકરો માને મા દષ્ટિથી જુએ છે – તે જ બાઈને તેની બહેન, બહેન તરીકે જુએ છે. પર્યાય પલટાય છે. બધું પર્યાય નથી તો શું છે ? તમે પાંચ વરસના હતા, આજે છો, – આત્મા નહોતો તેવું નથી. તે તો હતો જ, પર્યાય પલટાય છે.
સમકિત દષ્ટિમાં શું ચમત્કાર છે ? કે તે બધું સવળું કરે છે, તેનો વિચાર કરો. આ બધું કહ્યું પણ કરવાનું એક છે. શ્રદ્ધા – જેવી શ્રદ્ધા કરી હશે તેવું ફળ મળશે.
આઠ અંગ ઉપર બધી કથા કહેવાતી હતી.
-
શ્રીએ કહ્યું :- આમાં સમજાવ્યું શું ? સાન શાની કરી છે ? કહેવાય નહીં પણ કહેવાઈ જાય છે. કહ્યું છે – ‘‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.’’ આત્માની શ્રદ્ધાં કરાવી છે. રિદ્ધિ-સિદ્ધિ લબ્ધિ હોય પણ તેવાનું મહાતમ નથી. ચીંથરા પહેરી ફરતાં હોય પણ આત્માનું મહાતમ છે. શ્રદ્ધા ત્યાં કરાવી છે.
ડોસીને એકે પૂછ્યું :- તમે વાંકા વળો છો તે શું ખોળો છો ? તેણે કહ્યું – જુવાની. જુવાની પાછી મળતી નથી. બધું અનિત્ય છે. આ જીવને ઓળખાણ નથી. ઓળખાણ હોય તો અનિત્યમાં મમત્વ ન થાય.
પૈસા આવે છે ત્યારે મારી પાસે સાધન છે એમ જાણી અહંભાવ થઈ આવે છે. અહંભાવ સ્વચ્છંદ લાવે છે. બધાનો ઉપાય ‘‘વિનય’’. વહેવારમાં પણ છે કે બે સારા માણસો કહે તે સાંભળવું. તેમાં તેની મોટાઈ છે. ડહાપણ આવે છે. સ્વચ્છંદ જાય છે. કોઈ ગમે તે કરે તો તેનું ભલું ઈચ્છવું. વિનયછેવટે એને એમ થવાનું કે આમાં મારું શું ગયું ? કે શું આવવાનું હતું ? મન છે તેને વીલું મૂક્યું કે દોડાદોડ કરે છે. સમજણ હોય તો રોકાય. જ્ઞાનીનો બોધ સમજણ આપે છે. વિનય હોય તો સ્વચ્છંદ રોકાઈ સમજણ આવે છે. લઘુ હોય તે મોટા થાય છે. લઘુત્વભાવ ઉત્તમ છે.
ભાવના ભાવવાથી આત્માનું કલ્યાણ થાય છે તે કેવી રીતે ? શ્રીએ પૂછ્યું :- બધું પડયું છે. હવે શું કરશો ?
મ.કહ્યું :- બધાની પાસે ભાવ છે. ભાવ પલટાવી શકાય છે. શ્રી :વસ્તુ તો તેમની તેમ રહે છે. અહીં એવો કોઈ નથી કે જેની પાસે ભાવ ન હોય. શુભ કરવું હોય તો તેવો ભાવ લાવવો. જડનું ચેતન-થતું