________________
(૩૬૬)
મુમુક્ષુ શિષ્યને ઉદ્દભવ કરી ‘બોધ પામવાથી ત્રુટે' એવું તે ‘સૂત્રકૃતાંગ'નું પ્રથમ વાક્ય છે. તે બંધન શું? અને શું જાણવાથી તે તૂટે?' એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે ? એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે; અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાળું અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે, તે નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એવો સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, “આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માર્ગ કહે છે' એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તો પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય? એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુ:ખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં; અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મ જરા મરણાદિનો નાશ થાય નહીં; એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાસ કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ-કલ્યાણઆત્માર્થ બોધ્યો છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માર્થે ‘સૂત્રકૃતાંગ”નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે.
""* *
* *
*
* * * * * *
*
*