________________
(૩૬૭)
પત્ર ૩૯૬
મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮
અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પ્રારબ્ધોદય સિાય બીજો કોઈ અવકાશ જોગ નથી.
તે ઉદ્દયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્યદશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું
છે.
ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, થવાથી, વિષમપણું મટયું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી; અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવારૂપ પરમાર્થભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે તેમ જ છે.
જ
પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહસ્થિતિ છે; આત્માપણે તેનો અવકાશ અત્યંતાભાવરૂપ છે.
તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી.
જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી – અસંસાર – પરિત્યાગ રૂપ કરી – શુદ્ધ ભક્તિએ તે પુરુષસ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાનાં હૃદયદર્શનથી ઉપર કહ્યું તે ‘આત્મસ્વરૂપનું પ્રગટપણું' મહાન ફ્ળ છે, એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે.
‘મન મહિલાનું વહાલા ઉપરે, બીજાં કામ કરંત,' એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વ તીર્થંકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.
T