________________
(૩૬૫)
થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાનીપુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સત્શાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુ:ખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યાં સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓધસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે.
એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા આવતી નથી. કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે; તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્ત્યા કરે છે. સત્સંગનું અત્યંત માહાત્મ્ય પૂર્વભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના સ્ફુરિત રહ્યા કરે છે.
જ્યાં સુધી આ ઉપાધિયોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે.
નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ ‘સૂત્રકૃતાંગસૂત્ર’નું શ્રવણ કરવા ઈચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે ‘સૂત્રકૃતાંગ’ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવા અમારો નિશ્ચય છે.
‘આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ તુટે ?’ એવું પ્રશ્ન