________________
(૩૩૬)
મંત્રનું નિરંતર સ્મરણ કર્તવ્ય છે. હાલ તે બની શકે તેમ છે. પછી જે બાકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે.
એક કચ્છીને પ.કૃ.પ્રભુશ્રીએ લખાવેલું. મંત્રનો અર્થ પુછાવેલો, તેના જવાબમાં - ભ્રાંતિપણે પરભાવનો આત્મા કર્તા છે. એ જ્ઞાની પુરુષનું વચન છે. મિથ્યાત્વ મોહને લઈને અજ્ઞાન છે. એ ફીટીને જ્ઞાન થાય છે. ફીટવામાં જ્ઞાની પુરુષ, સત્પુરુષની આજ્ઞા, સદ્બોધ નિમિત્ત કારણ છે. તેમ થવા, ઔષધ લઈ ચરી ન પાળે તો રોગ મટતો નથી. તેમ જોકે ઔષધ વિક્રિયા ન કરે પણ રોગ મટે નહી. તેમ મંત્ર સાથે સીળના વર્તનરૂપ ચરી ન પાળે તો કર્મરૂપ રોગ મટે નહીં. ઈચ્છાનો રોધ કરવો. વિષય કષાય એટલે ક્રોધ આદિ રાગ દ્વેષ ઓછા કરવારૂપ વર્તન ન થાય તો મંત્રરૂપી ઔષધથી અન્ય વિક્રિયા ન થાય પણ કર્મરૂપ રોગ મટે નહીં.
--
હરજીભઈને રાજમંદીરમાં રાત્રે, કાંડુ ઝાલીને બેસાડી દીધો, ને કહ્યું : અમે ત્રણ કાળની વાત જાણીએ છીએ. પણ કોઈને કહીએ નહીં. પણ જીવનું જેટલું સારૂં થવાનું હોય તેટલું કહીએ.
અમે જીવને જાણ્યો છે, જોયો છે. એનું યથાતથ્ય સ્વસ્વરૂપ ઐશ્વર્ય પ્રગટ કર્યું છે.
આત્મા છે છ પદ - આત્મા સ્વતંત્ર છે.
અમે આત્મા આપવો હોય તેટલો આપીએ ને પાછો લઈ લઈએ. કર્મ તો ચિત્ર વિચિત્ર છે પણ અહીં સમાગમમાં આવશે તેનું હૃદય તો . ફેરવી નાખીશું.
હ.પૈસાની માગણી કરી – શ્રી મૌન રહ્યા. જોઈ રહ્યા. પછી કહ્યું. પાંચ રૂપીયા ખરી મહેનતના હશે તો બસ છે. વધારે શું કરવા છે ? તારી પાસે જે ધન છે તેવું આખી જગતમાં કોઈની પાસે ધન નથી તેવું અમે દેખીએ છીએ.....