________________
(૩૩૭) - ધીરજ રાખવી. ગંભીર ભાવથી બેસવું. સહન કરવું. સમતા રાખવી,એક અંતરજામી ભગવાન છે એમ લક્ષમાં રાખવું....
આત્મા ક્યાં છે ? સત્પષ તે જ આત્મા છે. ડાહ્યા ન થવું. જ્ઞાની થવા ન કરવું. મુમુક્ષુ જીજ્ઞાસું રહીને ભક્તી કરવી.
સો. માંદા હતા. ભક્તીમાં જવાતુ નહી. વિકલ્પ થતો, ત્યારે શ્રીએ કરેલો ખુલાસો :
આત્મા ક્યાં છે ? ભાવ છે ત્યાં ? કે દેહ છે ત્યાં ?
જ્યાં ભાવ છે ત્યા આત્મા છે.
આત્માના ઘણા ગુણ છે. સમ્યકત્વ ગુણ ઉપર લક્ષ રાખવુ. પહેલુ આ કરવાનું છે. “દર્શન મોહનીય ટાળવાનું” બધા રાગ દ્વેષ કાઢવાની વાતો કરે છે. ચારિત્રમોહ ટાળવાનું પ્રયત્ન કરે છે. પહેલાં દર્શને મોહનીય ગયો હોય તો બધુ બને. નહીં તો કોઈ ઉપાય બને તેમ નથી.
“બીના નયન પાવે નહીં.” દષ્ટી ફરે તો બધું સહજ છે.
જનાવરને સમકીત થાય છે, ત્યા જ્ઞાનીના લક્ષે આત્માની સ્વરૂપની શ્રધ્ધા થાય છે.
સનું સ્મરણ રહેવું તે સત્સંગ છે.
(દેલવાડા) ચૈત્યવંદન કર્યા પછી ઉઠતી વખતે શ્રીએ કહ્યું “હવે તીર્થ
થયું.”
તીર્થયાત્રા વિષે : શ્રીએ કહ્યું -
જીવનું કલ્યાણ તીર્થ જવાથી થતું નથી. આ જંગમ તીર્થ છે. જંગમ તીર્થથી જ કલ્યાણ થાય છે.”