________________
(૩૩૫) કહેલું. જ્ઞાનદાન દેવું, ગરીબને દેવું, આત્માર્થે દેવું. આ આત્મા છે ને આત્માર્થે દઉ છું. લોભ છોડવા દેવું.
શ્રી માંદા હતા ત્યારે બાઈ મેનાને લખાવેલું. દેહ તે હું નહી – આ છે એ જ છે. દેહ તે અસત્ – આત્મા તે સત્.
ભગવાનનું નામ દેવુ. બીજું કંઈ કરવા જેવું નથી. લઈ લે, પછી માથું ફોડશો.તારો વાંકો વાળ કોઈ કરે તેમ નથી. એક શ્રદ્ધા અને ભાવ. એમાં બધું આવી ગયું. ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, અભિમાન, વિષય, વિકાર તે આત્માનો ધર્મ નથી. દયા, શાંતિ, વિવેક, વિનય, સદબુદ્ધિ, "ક્ષમા, સમાધિમરણ એ જ આત્માનો ધર્મ છે. એ જ કર્તવ્ય છે.
મંડાલાવાળા હરજીભઈને ચાર બોલ શ્રીએ આપેલા સં ૧૯૮૩ ફાગણ વિદ ૫.
સ્મરણ કરવું એ જ છે – બીજું નથી. સહાત્મસ્વરૂપ પરમગુરુદેવ પરમાત્મા વિનય - કરવા યોગ્ય પુરુષ સંતનો વિનય કરવો. વિવેક - દેહ અને જીવનું સ્વરૂપ સદ્ગુરુ યોગે જાણવું તે. વિજ્ઞાનપણું - સારાસાર વિરમી જવું - છુટી જવું - શંકા રહિત થવું.
મંત્ર આપતા એક ભાઈને કહેલું:અસંગ છે. અપ્રતિબંધ છે. અજર છે. અમર છે. અવિનાશી છે. આ તો દેહ ઘણા થયા, તેનો નાશ થાય છે. તેના પર મોહ કરવો નહી. એક આત્મા ઉપર લક્ષ રાખવું. આ મહામંત્ર છે.