________________
(૩૩૨) આ બધું સાંભળે છે ને જો કોઈ એમ વિચારે કે આમાં શું? આવું તો મેં ઘણી વાર સાંભળ્યું છે, એમ વિચારી સામાન્ય નહીં કરી નાખવું. જ્ઞાનીની વાણી છે. “આત્મસિદ્ધિ” જેવું તેવું નથી. સામાન્યપણું ન થવું જોઈએ.
સત્સંગ – સમાગમ – કરવો - તેથી ભાવના થશે. ભાવના થશે તો તે રૂપ થઈ જશે.
(વટામણ વાળા ડોસા રડી પડયા, ને પ્રશ્ચાતાપ કરવા લાગ્યા) પછી શ્રીએ કહ્યું બધું ખોટું છે. રાગ દ્વેષ મૂકી દે. મનુષ્યભવ દુર્લભ છે. ચિંતામણી છે, ચેતવાનું છે. છોકરા, ઘર બધાના વિકલ્પ મૂકી આત્મામાં રહો.
(આનો ખુલાસો એક મુમુક્ષે કર્યો કે શ્રદ્ધા તે પરોક્ષ દર્શન છે. મહાવીર સ્વામીના ઘણાં શીષ્યોને તેમની શ્રદ્ધા હતી. કંઈ જાણતા નહી હતા છતાં જીવ અજીવનું જ્ઞાન કહ્યું છે.)
શાસ્ત્ર - શુદ્ધ નયમાં બંધ નથી. નહીંતો બધે બંધ છે.
પ્રશ્ન – શુદ્ધ નયમાં રહેવું કેવી રીતે? શુદ્ધ નય તે આત્મા છે. ને આત્માની ખબર નથી. તો કેમ કરવું ?
શ્રી - (બધાનો સારો શ્રદ્ધા કરો. ઘરની, બહારની શ્રદ્ધા, તે મૂકી એની, એકની શ્રદ્ધા કરો. તે તો થઈ શકે તેવું છે. જ્ઞાનીઓ સમજણ આપી ખસી ગયા છે. જીવને સમજણ કરવી તેના હાથમાં છે. કોઈએ થપ્પડ મારી હોય છે તો રોજ સાંભરે છે કે નહીં ? તેમ આત્માને સંભારો. સાપ કરડ્યો હોય, ઝેર ચહ્યું હોય ને મરી ગયો ને સાજો થાય તેમ આ વાત છે. ક્યાંથી ક્યાંથી આ મનુષ્યભવ આવ્યો છે – કર્તવ્ય છે. કરી લેવું ઉઘમાં સાકર ખાધી હોય તો પણ ગળી લાગે - વાત શ્રદ્ધામાં છે. ગુરુ તે આત્મા છે. પણ ભેદી જોઈશે. એકની શ્રદ્ધા કરીલે. ધાડ પડવાની હોય ત્યારે જેમ કોઈ રતન ભોંયમાં સંતાડી મૂકે છે તેમ ચારે તરફ ભય છે. શું કરવું? કયો રસ્તો કાઢવો? ક્યાં જવું? શ્રદ્ધા. બધા વચન સરખા નથી હોતા. જેમ કોઈ કહે ક્રોધ કરવો નહી, ને જ્ઞાની કહે ક્રોધ કરવો નહી, તેમાં આસમાન જમીનનો ફેર છે.