________________
(૩૩૩)
ભીખ માગવાનો વખત આવે તો પણ ગભરાવું નહીં. આત્મા ક્યાં ભિખારી છે. આ ભાઈ નાના હતા, જુવાન થયા, આજે ઘરડા છે, પણ તેથી તે શું બદલાઈ ગયા ? તે તો છે તેનો તે જ છે. શરીર ઘરડું થયું તેમ બધું બદલાય, તેથી શું આત્મા બદલાયો છે ?
-
.
*
. .
--
-
-*
1
પ્રભુશ્રીજીના પ્રેરક પ્રસંગો સંવત – ૧૯૮૮ શ્રાવણ વદ ૦૭, ૩૧-૮-૩૨ ૫.કૃ. પ્રભુશ્રીના મુખથી શ્રવણ થયેલ બોધની સ્મૃતીની નોંધ – ૧) આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે. ૨) આત્મા શા વડે ગ્રહાય?
ઉપયોગ વડે ગ્રહાય. તે શ્રવણ બોધ પ્રત્યે અવિચલ શ્રધ્ધા રહેશે તેનું
કલ્યાણ છે. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માટે માન્ય છે. ૩) પર્યાય દષ્ટી એટલે દેહ, વચન, મન અને તેથી ગ્રહાયેલા પૌદગલિક ભાવ,
તે હું નહિ. પર્યાય દષ્ટિ છોડવી. ૪) પર્યાય દષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદિથી મરવું (મુક્ત થવું)
સારું છે અને આત્મદષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્નના કરંડિયા સમાન ગણી સાચવવાં યોગ્ય છે. ઘર સળગવા લાગે તે વખતે વિચક્ષણ પુરુષ સાર વસ્તુ બહાર કાઢી બાકી ન બચાવાય તે બળી જવા દે છે ને અણસમજુ જીવો નજીવી વસ્તુઓ કાઢી લેવા પ્રયત્ન કરે છે તે દષ્ટાંતે આ દેહ છે તે ક્રોધાદિ ભાવથી બળતો છે અને ક્ષણભંગુર છે તો તેમાંથી રત્નત્રયરૂપી ત્રણ રત્નો સાધ્ય કરી લેવા યોગ્ય છે. કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે માટે માન્ય છે. એમ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓનો પણ તે શ્રધ્ધાથી ઉધ્ધાર થયો હતો માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવા ફરમાવ્યું હતું.