________________
(૩૩૧) અહોહો ! ચમત્કાર છે. મનુષ્યભવ ચિંતામણી છે. ચેતવા જેવું છે. કાળ ચઢી આવ્યો છે. માન્યતા, માન્યતા કહે કંઈ માન્યતા નથી. પકડ થવી જોઈએ, દષ્ટી ફરવી જોઈએ.
(મો. કહ્યું – ‘ધર્માસ્તિકાય ચાલવા માટે ઉઠડતું નથી.પણ ચાલે છે તેને સહાય કરે છે. તેમ સત્પષો ઉદાસીન છે, પણ ચાલવા માંડયું – પુરુષાર્થ કરે, તેના ઉપર દયા કરે છે)
શુદ્ધ નયથી બહાર ચાલ્યો કે બંધન છે. શ્રી કહે – ત્રાસ, ત્રાસ છે, વહેવારમાં આવ્યો કે બંધન છે.
મનુષ્યભવ દુર્લભ છે. આ શરીર તે તો સંબંધ છે. આત્મા છે. માન્યતા કરી નાખવાની છે. શ્રદ્ધાનું કામ છે.
પંડિતજી - પ્રશ્ન “આત્મા ક્યાં રહેતો હશે ?”
શ્રી (જવાબ) કોઈએ ગાળ દીધી. એક કહે મને ગાળ લાગી નથી, બજે કહે મને ગાળ લાગી, ને મારામારી કરે. ગાળ ક્યાં લાગવાની હતી ? એ અજ્ઞાનભાવ કર્યો, તેથી અજ્ઞાની કહેવાયો. એકે જ્ઞાનભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. બેએ આત્મા. એકને જ્ઞાની કહ્યો, એકને અજ્ઞાની કહ્યો. વિચારી જુઓ. આત્મા ક્યાં રહ્યો છે ? માન્યતા ફેરવવાની છે. શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપીઆ મળે તેથી પણ સમજણ વધારે કિંમતની છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિંમત કહેવાય તેવી નથી. રૂપીયા મલ્યા, તે સાથે આવવાના નથી. સાથે સમજણ આવે છે. તેની કિંમત અપાર છે. તે કરી લેવાની છે.....
આ બધું શું છે ? પાંચ વિષય છે. ને ઇંદ્રિયો છે, મૂકવાનું છે. વહેલું મોડું મૂકવું તો પડશે જ. હમણાથી કરી લે. ન થાય તો ભાવના રાખ.
જગતને રૂડુ દેખાડવા, અનંતવાર પ્રયત્ન કર્યો” તે પત્ર બોલાયો. આ જીવને ઝૂરવું જોઈએ, તે પત્ર બોલાયો.
જીવ શું ભૂલી ગયો છે? પોતાને જ ભૂલી ગયો છે. તે પત્ર બોલાયો (વચનાવાળી)
ડગલું ભરાય ક્યારે ? જિજ્ઞાસા હોય તો. જિજ્ઞાસા થાય ક્યારે ? છેવટે સાર આવ્યો કે પૂર્વકૃત જોઈશે. પૂર્વકૃત ને પુરુષાર્થ.