________________
(૩૩૦)
શ્રદ્ધા કરી નાખો. આ બધા વિકલ્પ જવા દો. કઈ નથી. ‘‘ તેણે જાણ્યું તે મારે માન્ય છે,’’ તેવી ‘‘માન્યતા'' રાખો. હું જાણું છું તેવું ન થવા દેવું. બધું ખોટું
છે.
આ પટેલ જાત્રા જઈ આવ્યા છે. માને છે કે તેમણે પુણ્ય કર્યું છે. તે બધું ધૂળ છે. બાકી, ઉપર કહી તે માન્યતા તેમા બધી નીધી આવી ગઈ. કંઈ હવે, જોઈતું નથી. તેવું થવું જોઈએ. દેવલોક વગેરે કશું જોઈતું નથી. માન્યતાનું કામ છે.
પંડિત હોય, તેને કંઈ ન મળે, ને કોઈ આઘો બેઠો હોય તે માન્યતા કરે, ને પામી જાય. સાકર જે ખાય, તેને ગળી લાગે. સોભાગભાઈ, અંબાલાલ વિગેરે હતા. માંદા પડયા હતા. પણ માન્યતા જૂદી હતી. તેવું થવું જોઈએ. ગ્રહણ કરે, તેવા મુમુક્ષુ ક્યાં છે ? તેવા હોય તો વાત થાય. જેમ વડું તેલ ચૂસી લે, પછી વડું થાય છે, તેમ ગ્રહણ કરે તેવાનો સમાગમ હોય તો વાત નીકળે.
મનુષ્યભવ ચિંતામણી છે. માન્યતા થઈ, પ્રતીતિ થઈ કે થયું. સાચું માનજો. માન્યતા થઈ નથી, દષ્ટી ફરી નથી. આ તો બધી જંજાળ છે, તે છૂટી
જાય.
માન્યતા હોય તો પછી ગાળ કેમ લાગે ? શરીર છૂટે દુઃખ કેમ થાય. મંદવાડમાં બૂમ પાડે પણ દષ્ટી બીજી છે. આટલું વંચાય છે, તે ઘણું છે. કંઈ ઓછું નથી. બધાનું કલ્યાણ થશે. ભલે ન બોલાય (શ્રી માંદા હતા), પણ દર્શન કર્યાં છે તે જેવું તેવું ન માનશો.
એવું થવું જોઈએ કે હવે તો મારે કંઈ જોઈતું નથી. આત્મસિદ્ધિ મળી કે બધું મળ્યું. કંઈ બાકી નથી. ગાથા કહી :
=
સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ