________________
(૩૨૮)
આજ્ઞા ઉપાસવાનું ફળ “ત્રણ લોકનું તત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ તે તો સાક્ષાત્ સજીવન મૂર્તિ સહજાન્મસ્વરૂપ પામેલ એવા ગુરુના ચરણકમળ છે, અને તે ચરણકમળની જેને સેવા પ્રાપ્ત થઈ એટલે જેનો આત્મા સરળતાથી તે સદ્ગુરુની આજ્ઞા ઉપાસે છે, તેને તો ત્રણેય લોકનું તત્ત્વ અને ત્રણ લોકનું કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ ચૂક્યું છે, અને અનાદિકાળથી યાચકપણું હતું તે મટી અયાચકપણું પ્રાપ્ત થયું છે.”
સંતનો પોકાર “સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગષવા યોગ્ય છે.
જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાતિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે.
પરમકૃપાળુદેવના શરણનું ફળ ૨૯-૯-૧૭ રાત્રિ બગસરામાં શ્રી (પરમ ઉપકારી શ્રી લઘુરાજ સ્વામી) એ પોતાનો અનુભવ લખાવેલો;
મોહ આત્માને પાછો પાડે છે માટે મોહથી ચેતો, ચેતો, અને તેને છોડો. કૃપાળુદેવનું શરણું તે જ આત્માને મોહથી દૂર રાખે છે. માટે કૃપાળુદેવનું શરણું લેવું.
(આત્મ જાગૃતિ) રસ નહીં આવશે. સત્ ઉપર શ્રદ્ધા, તેથી સર્વ જાગૃતિ