________________
(૩૨૦) છે. તે રત્નત્રય વસ્તુતાએ આત્માના સ્વભાવો કે આત્માના ધર્મો છે. તેજ આત્માનું સ્વરૂપ છે. રત્નત્રય કહો કે આત્મા કહો એક જ છે. આત્મામાં સ્થિતિ કરેલો પુરુષ એટલે સ્વરૂપસ્થિત પુરુષ દેહાધ્યાસ ત્યાગ કરી સર્વ જગતને તુચ્છવતું જાણે છે. અને સત્યમાં તદાકાર થાય છે. તેનો ઉપયોગ નિરંતર શુદ્ધ આત્મ ઉપયોગમાં રમે છે. એવો નિ:સ્પૃહ પુરુષ નીચેની ભાવનાઓ અખંડ ભાવે ભાવે છે :
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ એજ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજાં કહીએ કેટલું, કર વિચાર તો પામ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર શમાય
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. સહજાન્મસ્વરૂપ હે નાથ ! પરમ કૃપાળુ પ્રભુ, આપની પાસે એટલી જ યાચના છે કે નિરંતર અસંગભાવમાં રહીએ. તે અસંગભાવ જ્યાં સુધી પૂર્ણતાને ન પામે ત્યાં સુધી નિરંતર સત્સંગ કે પરમ સત્સંગ હો પરંતુ કુસંગ કે વિભાવમાં દોરે એવો સંગ અમને ત્રિકાળ ન હો કારણ કે સંગ એ જ દુઃખ અને ઝેર, ઝેર અને ઝેર. એવા સંગથી હે નાથ, અમને બચાવ અને તારા ધ્યાનમાં નિરંતર રહીએ એવી શુભ યાચના કરી આ પત્ર પૂરો કરીએ છીએ.