________________
(૩૨૧)
વૃત્તિઓને રોકવી
વૃત્તિઓને રોકવી એ પ્રથમ કર્તવ્ય છે.
પાંચ ઇંદ્રિયોમાં-જિલ્લા, આઠ કર્મમાં-મોહિની, પંચવૃત્તમાં બ્રહ્મવૃત્ત, ત્રણ ગુપ્તિમાં–મનોગુપ્તિ, સાધ્ય-કષ્ટથી સિદ્ધ થાય છે. ઉપાય. જે ઈચ્છા જે જે રસ માટે થાય-સ્વાદની ઈચ્છા થાય, તેને રોકવી. આ નહીં. તેમ દરેકમાં મનથી, રોકવું, મોહ આવ્યો, આ નહિ – એનો પ્રતિપક્ષી વિચાર – તેનું શરણ લઈ, તે મોહને ત્યજવો. તેમ વૃત્ત, તેમ ગુપ્તિ, દ્રવ્ય-ભાવ એ બે પ્રકારે ત્યાગ. તેમાં ભાવની મોટી વાત છે. પછી ભાવમાં ન હોય અને કહે તેને તેવું પરિણામ. જેવા જેવા પરિણામ. જેનાં વિશેષ શુદ્ધ પરિણામ હોય તેમ તેમ આગળ દોડે. દશા એ દશા છે, જ્ઞાન એ જ્ઞાન, સાચને સાચ કહ્યું છે. જુઠું તે સાચું થનાર નથી. માટે વૃત્તિ રોકવી. એ ઉત્તમ સાધન છે.
***
ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનપણું
બાહ્યાત્મામાં પરિણમીને કોઈ પણ ક્રિયા, જપ, તપ, મંત્ર, આદિ કરવાં તે સાધનરૂપ નથી. અંતરાત્મામાં પરિણમીને, અક્તવ્ય, પણ જે ક્રિયા થઈ છે તે સાધનરૂપ છે. અંતરાત્મામાં પરિણામ ન હોય તો જે પુરુષને એ પરિણામ વર્તે છે, તે પુરુષોએ આ સાધનરૂપ કહ્યાં છે, માટે તે પુરુષની આજ્ઞાથી તેમણે જે પ્રકારે કહ્યાં હોય તે પ્રકારે, એને એણે આત્મહિતાર્થે કહેલા હોવાથી તે કરું પણ તે ‘‘હું કરું છું અગર મેં કર્યું'' એવા અભિમાનથી રહિતપણે થવું જોઈએ. તે અભિમાનની નિવૃત્તિ વગરની ક્રિયા તે ક્રિયાજડત્વ છે. મતલબ કે જે જે ક્રિયા છે તે કર્મ છે, આત્મધર્મ જ નથી. સંયોગધર્મ છે. માટે હું જ્ઞાનીપુરુષથી મળેલી આજ્ઞામાં ભાવ પ્રેરી, તે પ્રમાણે વર્તન કરું તો મારું શ્રેય છે અને દરેક ક્રિયામાં ઉદાસભાવ સંયુક્ત રહેવું.
ઉપયોગ એ કાર્યસાર છે.
સર્વ ભાવમાં, સર્વ ક્રિયામાં, સર્વે પરિણામમાં, સર્વ પ્રસંગે, ઉપયોગ