________________
(૩૦૬) ધ્યેય ભૂલાવું ન જોઈએ. .
મરણ ક્યારે આવશે તેની ચોક્કસ ખબર નથી. અચાનક આવીને કાળ ઉપાડી જાય છે, અને કરવા ધારેલું બધું પડી રહે છે એમ વિચારી જેટલો સમય આપણા હાથમાં છે તેને કંજુસના ધનની પેઠે સાચવી સાચવીને વાપરવો, ઉડાઉની માફક ગમે તેમ દિવસો જવા દેવા યોગ્ય હવે નથી.
કરોડો રૂપીએ પણ ન મળે તેવો આ અવસર નકામો વહ્યો ન જાય; પણ સત્પષની આજ્ઞા ઉઠાવવામાં જાય એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. સત્સંગ, ભક્તિ એક નિષ્ઠાએ કરી આ અવસર સફળ કરવો ઘટે છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- કાન કાપા,
અબ્બો આણાએ ચકખુ દીવાણું - સંતિ જીયાએ આણાએ આણાએ”
પકદેવ વસોમાં હતા ત્યારે આ શ્લોક બોલતા અને ૧૩ વરસની ઉમરવાળા મણીબહેને આ શ્લોક યાદ રાખેલો. જ્ઞાની સિવાય કોઈને તેનો અર્થ પૂછીશ નહીં તેવો તેમને સંકલ્પ કરેલો, ને તે પછી ૩૫ વરસ પછી પ્રભુશ્રી જ્ઞાની છે તેવું તેમના સાંભળવામાં આવ્યું ત્યારે પ્રભુશ્રીને શ્લોક જણાવ્યો.
ત્યાં સુધી કોઈને આ શ્લોક સંબંધી કંઈ વાત નહીં કરેલી. એવું મહાતમ હતું તેથી પ્રભુશ્રીએ તેમને (મણીબહેનને કહેલું કે તે જ સમકિત છે. ને તે ત્રીજે ભવે મોક્ષ જશે.