________________
(૩૦૫)
કલકત્તા નિવાસી ઉપર પ્રભુશ્રીનો પત્ર
- ૫.૧૧.૩૫ નથી ધર્યો દેહ વિષય વધારવા
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા
અધ્યાત્મકી જનની હૈ અકેલી ઉદાસીનતા .... જ્યાં સુધી દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્યભવ છે ત્યાં સુધીમાં તે મનુષ્યભવની સફળતા થાય, મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું બને તેમ કરી લેવા યોગ્ય છે.
કોઈ પૂર્વના બલવાન પ્રારબ્ધ યોગે સત્પષનો યોગ થયો. અને તેનો બોધ સાંભળી આ સનાતન આત્મધર્મની રૂચી જાગી છે તેમાં મંદતા ન આવે અને જે આપ બન્નેને સ્મરણમાં રાખવા યોગ્ય ભલામણ છેવટે અનંત કૃપા કરી તેઓશ્રીએ જણાવી છે તેનું વિસ્મરણ ન થાય, વારંવાર આત્મવૃત્તિ સાંભરી આવે તેવો અભ્યાસ પાડી મૂકવા યોગ્ય છે.
શ્રી શ્રેણીકરાજાને મહાભાગ્ય અનાથીમુનિના સમાગમે જે આત્મપ્રકાશક બોધ થયો હતો તે પ્રકારનો બોધ આપને અત્રેથી વિદાય થતાં થયેલો છે તે વારંવાર સંભારી, તેનું બહુમાનપણું રાખી, હરતાં, ફરતાં ખાતાં પીતાં – એકાંતમાં કે અનેક પ્રસંગમાં પોતાના આત્માને માટે સ્મરણ કરતા રહેવા યોગ્ય
- સત્સંગના વિયોગમાં સત્સંગમાં સાંભળેલો બોધ જ આધારભૂત છે. તેના અવલંબને, તે જ શ્રદ્ધાએ, તેવા ભાવે પ્રવર્તવામાં આત્મહિત છે. બાકીનો કાળ પાણી વલોવીને માખણ કાઢવાના પરિશ્રમ જેવો વ્યર્થ છે.
વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર, આલોચના, અન્ય પત્રોનું વાંચન, વિચાર, મુખપાઠ થાય તેવા સપુરુષાર્થમાં ભક્તિમાં, કાળ વિશેષ જાય તેમ લક્ષ રાખવા યોગ્ય છે. લૌકિક બાબતોમાં કામ પૂરતું જ ઉદાસીન ભાવે પ્રવર્તવા યોગ્ય છે.
હવે તો એક આત્મકલ્યાણનું જ કાર્ય આ ભવમાં મુખ્ય માનવા યોગ્ય છે. તેમાં અનુકુળતા મળે તેવાં કાર્ય આત્માર્થે કરવા યોગ્ય છે, પણ જીવનું