________________
(૨૮૫)
“હોય તેહનો નાશ નહીં, નહી તે નહિ હોય,
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.'
(બાબુનાં બંગલામાં પહેલે માળ) આથી ખાત્રી કરાવી આપી કે જ્ઞાનીઓની બધી વાતો પ્રમાણથી સિદ્ધ થાય તેવી છે.
•
પૂનાથી આવીને ૮૧-૮૨ માં ચર્ચા થયેલી :
શ્રીએ પૂછ્યું : શું પૂજાય ? બધાએ જવાબ આપ્યો છેવટે ભાઈને પૂછ્યું ત્યારે તેમને કહ્યું :- ક્ષાયિક પૂજાય. શ્રીએ કહેલું :- મહાવીર આવે તો કોણ ઓળખે ?
:
તા. ૧૯-૯-૩૩
અગાસ બોધ
પ્રશ્ન. હી :- શું કરવાનું રહી જાય છે ?
ઉત્તર. શ્રી. :- આત્માનું કરવાનું રહી જાય છે. આત્મા જોવાયો નથી. (પછી કહ્યું) કહીશું. કહેવાય નહી પણ કહ્યા વિના બને તેવું નથી. આ બધું ખોટું છે, સ્વપ્નું છે. આ જે સંકલ્પ વિકલ્પ વિગેરે રૂપી વેપાર કરી રહ્યો છે તે જૂઠું છે.
આત્મા છે, અમુક નયે આત્મા કહેવાય પણ જડને આત્મા માની રહ્યો છે. આત્મા તો જ્ઞાનીએ જોયો છે.
આ બધી વાર્તા વંચાય છે. પોતાની મતિના પ્રમાણે પરિણમી જાય છે. આત્મા ક્યાં દેખાય છે ? મર્મની વાત છે. આત્મા દેખાવો જોઈએ. બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત વંચાતાં-આ બધી પર્યાયની વાતો છે, તેમાં સારું ખોટું થયા કરે છે. કંઈ નથી. નિયાણાનું ફળ હોય છે. કંઈ નથી, ખરું તો આત્મા છે.