________________
(૨૮૬)
જગત આત્મારૂપ જોવામાં આવે-આત્મા જોવો, બીજું જોવું નહીંકોઈને કંઈ કહેવું નહી. તે જ માન્યતા-તેની જ શ્રદ્ધા-વિશ્વાસ, પ્રતીતિપુષ્પાઈનો જોગ માનવો-મંત્ર આજે ફરીથી આપ્યો.
(શેઠે તબિયતના સમાચાર પુછાવેલા) તેના જવાબમાં શ્રીએ જણાવેલું આત્મા તો આનંદમાં છે, શરીર દુઃખરૂપ છે. પછી કોના સમાચાર લખવા ?
મુની ગુ. કહેલી વાત-રાજાએ શિકારમાં હરણી મારી-સાધુને સમાધીમાં જોયા-નમસ્કાર–પછી પશ્ચાતાપ કર્યો-સાધુ સમાધીમાંથી ઊઠયા ત્યારે કહ્યું; આશીર્વાદ આપ્યા પછી કહ્યું :- હે રાજા, સવા ઘડી પછી તારું મરણ છે, કરવું હોય તે કરી લે. રાજાને ગભરાટ; રાજા પ્રધાનને મળે છે. પ્રધાને કહ્યું જે સાધુએ કહ્યું છે તેની પાસે જ જઈએ-શું કરવું તેને માટે સાધુને પૂછ્યું. સાધુએ કહ્યું :- કરવા માટે ઘણો વખત છે, ગભરાવવાનું કારણ નથી – પછી કહ્યું :- તારું માન્યું છે તે મૂકી દે – રાજાએ તેવા ભાવ કર્યા, સારી ગતી થઈ.
=
=