________________
(૨૭૪) સ્વચ્છેદ હતો, કલ્પના હતી, અણસમજણ હતી, અજ્ઞાનતા હતી, તેનો ભારે ખેદપૂર્વક પૂર્ણ પશ્ચાતાપકરી, તેથી પાછા વળી, જ્ઞાનીની ક્ષમા ઈચ્છી, આત્માને નિઃશલ્યકરો; અને હવે તો મારે એક પટ્ટદેવનું જ શરણ હો, તેની જ આશામાં નિરંતર પ્રવર્તન હો, એણે જે સ્વરૂપ અનુભવ્યું છે તે જ મારું સ્વરૂપ છે, અન્ય દેહાદિ સંબંધમાં પોતાપણાની કલ્પના મિથ્યા છે એવી સમજણ અને શ્રદ્ધા કર્તવ્ય છે. એમ જીવ પોતે કરશે ત્યારે જ છૂટકો છે.
સાચી શ્રદ્ધા આવેથી સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીઓએ દેહાદિને અનિત્યાદિ કહ્યાં છે તે જીવના વિચારમાં સમજણમાં બેસે છે. સાચી શ્રદ્ધા સિવાય સાચો પ્રેમ ઉદભવતો નથી, અને સાચા પ્રેમ સિવાય વસ્તુની પ્રાપ્તિ અસંભવિત છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પ.કૃ.દેવની શ્રદ્ધા વિષે, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધાનુસાર સાચી શ્રદ્ધાસહિત પ.કૃદેવની અપૂર્વ ભક્તિમાં ચિત્તને જોડી રાખવું, તેમાં લયલીન બનવું. અશાતા વેદનીય તેમ જ શાતા વેદનીયતો કર્માનુસાર છે. આત્મસ્વરૂપનો નાશ કરવા વેદનીય સમર્થ નથી, તો પછી તેનો ખેદ કે વિકલ્પ શો કરવો? શા માટે પરમભક્તિમાં ભાવને વધારી બધાય જન્મમરણાદિ દુઃખોથી સદાને માટે મુક્ત ન થઈએ ? ખેદ કે આર્તધ્યાન કરવાથી તો તે વેદનીયથી જીવને નવા બંધનો થાય છે અને તે ભવિષ્યમાં ભોગવવા પડશે. તો સમજુ પુરુષે પોતાના આત્માની દયા વિચારી, ક્ષમા અને ધીરજથી પોતાના ભાવો સુધારી આ પ્રાપ્ત થયેલ પ્રતિકૂળ પ્રસંગનો લાભ કેમ ન લેવો ? આ મિત્રરૂપ ભાસતાં પણ વસ્તુતાએ બળવાન શત્રુસમાન દેહાદિ સંયોગોમાં કોઈપણ પ્રીતિ કરવા યોગ્ય છે જ નહિ. તેનાથી પોતાના ભાવોને વાળી લઈ, પ.કૃદેવે બોધેલ ઉપશમ અને વૈરાગ્યમાં તથા. પ.ક.દેવની અપૂર્વ પરમ આજ્ઞાના આરાધનમાં, ભકિતમાં, શરણ-આશ્રયમાં એકતા કરવી યોગ્ય છે. આપ સમજુ છો, તેથી ટુંકામાં જણાવવાનું જે પુનામાં પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ અત્યંત પરિશ્રમ ઉઠાવી, “પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે” એમ જે જણાવ્યું હતું તથા “સંતના કહેવાથી મારે . દેવની આજ્ઞા માન્ય છે” એમ પ્રતિજ્ઞાપૂર્વક