________________
(૨૭૩)
આત્મસ્વરૂપથી તદ્દન ભિન્ન છે એમ જાણી નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સ્થિત થયા છે.
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પાંચેક દિવસ ઉપર બોધમાં જણાવ્યું હતું કે આ.... આજે ૧૭-૧૮ વર્ષથી સમાગમમાં આવે છે. મઘાના મેહ સમાન બોધ પ્રવાહ વહે છે, પણ એમાંથી એકાદ લોટોય એણે પાણી પીધું નથી, ભરી પણ નથી રાખ્યું કે પીવે; બધુંય પાણી ક્યારીમાં જવાને બદલે બહાર વહી ગયું. પત્રો આવે છે તેમાં હાયવોય અને બચાવો બચાવો એમ લખે છે. કહેનારો કહી છૂટે અને વહેનારો વહી છૂટે. વારંવાર કહેવા છતાં, સમાવ્યા છતાં પોતાની મતિ સમજણ અને આગ્રહ ના મૂકે, એટલે અમારું કહેવું ગ્રહણ થયું નથી, અને પોતે જ્ઞાનીપુરુષને ઓળખ્યા છે, પોતાની સમજણે આ જ્ઞાની છે, આ જ્ઞાની છે એમ માની, જ્ઞાનીઓની, જ્ઞાનીઓના માર્ગની માન્યતા કરી લઈ વર્ત્યા છે. તે વિપરીત સમજણથી હું જ્ઞાનીનો માર્ગ પામ્યો છું, હું જ્ઞાનીની સાચી ભક્તિ કરું છું, હું વર્તુ છું, કરું છું તે બરાબર છે એમ કરી પોતાનામાં પણ એવી કંઈ માન્યતા કરી, તે માન્યતાના આધારે બીજાં જીવો પ્રત્યે પણ તે જ વાતનો ઉપદેશ થયો છે. એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન તે સંસાર રખડાવનાર છે. હજી પણ મનુષ્યદેહ છે, સમજણશક્તિ છે ત્યાં સુધી અવસર છે. અને ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનું કહેવું સાચી રીતે માની લેવાય તો આત્મહિત થાય. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર જણાવે છે કે ‘‘અમારા હૃદયમાં માત્ર પરમકૃપાળુ દેવ જ છે. તેની જ રમણતા છે. અમારી તો એ જ શ્રદ્ધા અને લક્ષ છે. અને અમે તો, અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો દેખાડીએ છીએ કે, પ.કૃ.દેવની જ આજ્ઞા માન્ય કરો, તેની જ શ્રદ્ધા કરો, તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે, તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે, એમ તે પુરુષના વચને, શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો. બીજી કાંઈ કલ્પના ન કરો. આ પર પદાર્થો, તેનાં સંયોગો તે તમારા નથી, તેને તમારા આત્મસ્વરૂપ તરીકે ન માનો પણ પ.કૃ.દેવે કહેલ યથાર્થ આત્મસ્વરૂપને ઓળખો તો કલ્યાણ છે. પ.કૃ.દેવનું જ શરણ, આશ્રય, નિશ્ચય ગ્રહણ કરો અને અત્યારસુધીમાં મેં જે જે કંઈ કર્યું, જે જે કંઈ માન્યું, જે જે કંઈ ઉપદેશ આપ્યા, કલ્પનાઓ કરી, તે બધી મારી ભૂલ હતી;