________________
(૨૭૨)
આત્માને નિઃશલ્ય કરવાનો બોધ ઘણીવાર મહેનત કરવા છતાં, ઈચ્છા છતાં, જે વૈરાગ્ય અને ઉપશમની પ્રાપ્તિ થતી નથી તે વૈરાગ્યની પ્રાપ્તિ સુલભ થાય, એવો મહાવ્યાધિનો અવસર આવે છે ત્યારે, દેહની અને આ સંસારની અત્યંત અસારતા,અનિત્યતા અને અશરણતા મુમુક્ષુને પ્રત્યક્ષ અનુભવાય છે, અને જ્ઞાનીના વચનો અત્યંત સાચા લાગે છે. આ દેહાદિ પદાર્થોના સ્વરૂપનો જે જ્ઞાનીપુરુષના વચનોને અનુસરી જીવ વિવેકપૂર્વક વિચાર કરે તો, જરૂર તે પોતાના નથી એમ પ્રતીતિ થાય. પોતાના હોય તો જતા કેમ રહે? અનાદિકાળથી જીવનું પરિભ્રમણ થયું તે એના સંયોગથી, પોતાના નહિ તેને પોતાના માનવાથી જ થયું છે; અને અત્યારે પણ એ જ દુઃખનું કારણ છે, એમ લાગ્યા વિના રહેશે નહિ. શાતા-અશાતા સ્વભાવ તો દેહના છે, તેને પોતાના માની, આ જીવ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચારો અને ભાવના કરી, આર્તધ્યાન કરી, પોતાનું બુરું કરવામાં બાકી રાખતો નથી. જ્ઞાનીઓએ તો બધાય સંયોગોને દેહાદિ અને કુટુંબાદિ સર્વ સંસારી સંબંધોને પર, પુદ્ગલનાકર્મરૂપ અને અસાર, અધુવ અને દુઃખમય જ કહ્યા છે. જે જ્ઞાનીનો ભક્ત હોય તેને તો જ્ઞાનીનાં વચનો માન્ય જ હોવા જોઈએ અને તેથી શાતા, અશાતા બન્ને સરખાં છે. અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં સંસાર, માયા પર પદાર્થોનાં સંયોગનું સ્વરૂપ પ્રતિબંધ વગર સ્પષ્ટ દેખાય છે તેથી તેના ખરા સ્વરૂપનો વિચાર જીવ સહેજે કરી શકે છે. બધાય જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક • આ સંસારને દુઃખમય જાણી તેથી નિવૃત્તવાનો જ માર્ગ ગ્રહણ કર્યો છે. તેને માટે અત્યંત પુરુષાર્થ કરી જય મેળવ્યો છે. અને એ જ બોધ કર્યો છે. ઘણાં ભક્તોએ પણ સંસારના દુઃખ ભલે આવે કે જાય, પણ પ્રભુનું વિસ્મરણ ન થાય એમ માગ્યું છે. શ્રી ભુરાજાએ તો ભગવાનનાં દર્શન થતાં એ જ માગણી કરી કે, આ રાજ્યલક્ષ્મીનું મને ફરી સ્વપ્ન પણ દર્શન ન થાય. આ બધું સંસારની અસારતા સૂચવે છે કે જે વિચારી જીવે તેથી ઉદાસીન થવા યોગ્ય છે.
મોટા મોટા પુરુષોએ પણ મહાન ઉપસર્ગ અને પરિષહોના પ્રસંગે ચલિત ન થતાં સમભાવને જ ધારણ કર્યો છે. સંસાર અસાર, પરરૂપ પોતાના