________________
(૨૭૧) ન પચે અને ચાવી પણ શકે એમ ન હોય ત્યારે જેમ તેની માતા ધાવણ વડે બાળકને ઉછેરે છે તેમ સર્વ શાસ્ત્રના સારરૂપ અમૃત પ.કૃદેવ પાસેથી પ્રાપ્ત થયેલું આપણને આપણી સમજણમાં ઉતરે તે પ્રકારે આ આખો પત્ર લખાવી તેઓશ્રીએ મહા ઉપકાર કર્યો છે. માટે વારંવાર આ બોધ વિચારી ક્રોધાદિ કષાયને શત્રુ શ્રેણી, બને તેટલા દૂર કરી, આત્મકલ્યાણનો માર્ગ વા મનુષ્યભવ સફળ કરવા આપને નમ્ર વિનંતિ કરું છું. તથા આપના માતુશ્રી વગેરેને જે કોઈ પ્રત્યે કષાયભાવ થયા હોય તે સર્વે ખમાવી સંપથી વર્તશોજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ સર્વને ખમાવ્યા છેજી. એકાદ દિવસનો અવકાશ કાઢીને અત્રે આવી જવાનું રાખશો તો ઘણો લાભ થશે. એ જ વિનંતિ. જેના પ્રત્યે વિષમભાવ હોય તે વિષમભાવ મટી જાય અને આપના ઉપર પ્રેમભાવ થાય તેમ વર્તવામાં કલ્યાણ છે. અંતરમાં સહજાન્મસ્વરૂપ પરમગુરુ” ની ભાવના ભાવવી અને ઉપરથી તેમને સારું લાગે તેમ વર્તન રાખવું. જે અહીં આવવાનું થઈ જશે તો તમને ઘણું સારું થાય તેમ વાત થશે. ભાઈ નાનો છે તેને પણ ભાઈ સારો સારો કહી વર્તવું. વારંવાર વાંચવા વિચારવાનું કરશો તો હિત થશે. ડાહ્યા સમજુને આ પત્ર અત્યંત હિતકારક છે, અને ક્રોધી મૂર્ખને વસમું લાગે તેવો છે. તમે તો સમજુ અને ડાહ્યા છો.