________________
(૨૭૦)
પછી ધર્મ પ્રયત્નમાં આત્મહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ
કરવો ?
આ પત્ર (પત્ર નં. ૩૨૨) વારંવાર વાંચશો અને મુમુક્ષુ જનોને વંચાવશો તો સર્વને એમાંથી ઘણું જાણવા મળશે. કેમકે સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એમ પ.કૃ.દેવે લખ્યું છે. શ્રી ઋષભદેવ ભગવાન પાસે અઠ્ઠાણું પુત્રો ભરત ચક્રવર્તી સામે ફરિયાદ કરવા ગયા હતા કે ‘‘આપે અમને રાજ આપ્યું છે છતાં ભરત અમારા ઉપર આણ મનાવવા મથે છે. તમે કહો તો યુદ્ધ કરીએ અને તમે કહો તો આજ્ઞા માન્ય કરીએ. તમે કહો તો તેને રાજ સોંપી દઈએ.’’ આવી સંસારી બાબત માટે તે ભગવાન પાસે ગયા, પણ કોઈ પણ નિમિત્તે ભગવાન પાસે ગયા તો સાચા વૈરાગ્યનો બોધ પામ્યા અને ભગવાનના કહ્યા વિના અઠ્ઠાણુ ભાઈઓએ રાજ તજી દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેમ જ તમારા લૌકિક પત્રનો અલૌકિક ઉત્તર તેઓશ્રીજીએ લખાવ્યો છે, તે લક્ષમાં રહે અને આ પત્રમાં જણાવેલી માન્યતા રાખી, તેમાં જણાવ્યા પ્રમાણે લઘુતા દીનતાથી વર્તન થાય તો કલ્યાણ થઈ જાય તેવી વાત છે. તમારું એકલાનું જ નહિ પણ આખા જગતનું કલ્યાણ થઈ જાય એટલું બધું આ પત્રમાં રહસ્ય રહ્યું છે. તે વારંવાર વિચારી લક્ષમાં સર્વે ભાઈઓ લેશોજી. પ.કૃ.દેવે પરમ કૃપા કરી નીચેની ગાથા તેઓશ્રીને લખી આપી હતી.
संबुज्झहा जंतवो माणुसत्तं, दठटुं भयं बालिसेणं अलंभो ।।
एगंत दुक्खे जरिए व लोए, सक्कम्मणा विप्परियासुवेइ ।।
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા; ‘‘હે જીવો, તમે બુઝો, સમ્યક્ પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો અને સર્વ જીવ પોત પોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો.’’
આ સૂત્ર સમજવા જેટલી આપણામાં બુદ્ધિ નથી પણ બાળકને ખોરાક .
: