________________
*. it , ;
(૨૭૫) સર્વેએ પડદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને, શ્રદ્ધા જેટલીદઢ થાય તેટલી કર્તવ્ય છે. સ્વ...ભાઈએ જે હૃદયના ભાવ દર્શાવી, સર્વની સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી નિઃશલ્યપણું પ્રાપ્ત કરવાનું સાહસ કર્યું હતું તે સર્વની સ્મૃતિમાં હજી તાજુ જ છે. આપને ત્યાં પ.કૃદેવનો મોટો ચિત્રપટ પધરાવી, તે પરમપુરુષની જ ભક્તિ કરવાનું જણાવ્યું હતું તે પણ વારંવાર સંભારવા યોગ્ય છે. અને આ પત્ર દ્વારા તેઓશ્રી જણાવે છે કે “હાથીના પગલામાં બધા પગલાં સમાય છે તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે.” માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે તે પ્રમાણે “વાળ્યો વળે જેમ તેમ તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે જ. આ પત્ર પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જાતે વાંચી, સર્વને હિતકારી જાણી, સર્વ મુમુક્ષવર્ગ સમક્ષ વંચાવી, આપને વારંવાર વિચારી યથાર્થ ભાવમાં આવવા, દઢતા કરવા મોકલ્યો છે. તેનો પૂરેપૂરો લાભ લઈ, આ મનુષ્યપણાની સફળતા થાય તેમ ભક્તિભાવે પ્રવર્તવા વિનંતિ છે.
જ્ઞાન, ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈનકું કબુ ન છાંડીયે, શ્રદ્ધા, શીલ, સંતોષ” “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?” તા.ક. :- પત્ર નં.૨૨૩ પરાભક્તિ અને કઠણાઈ વિષેનો આ પત્રમાં જણાવેલ ભાવાર્થ લક્ષમાં રાખી વારંવાર વિચારશો. તથા આ પત્રનો ઉતારો કરાવી લઈ અત્રે પાછો મોકલવા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીએ જણાવ્યું છેજી કારણ કે ઘણાંને તે ઉપયોગી હોવાથી તેની અહીં જરૂર છે.