________________
(૨૫૯) મોક્ષ પામવા યોગ્ય છે. એવી અંતરની પ્રતીતિ-ખાત્રી થવાથી, મને સદ્ગુરુકૃપાથી મળેલાં વચનોમાંથી આ સંગ્રહ ‘શ્રી સદગુરુ-પ્રસાદ' નામથી પ્રસિદ્ધ થયો છે. તેમાંના પત્રો તથા કાવ્યો સરલ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે, માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે.
લઘુ કદ હોવા છતાં શ્રી સદ્ગુરુના ગૌરવથી ગરવા ગ્રંથ સમાન આ શ્રી સદગુરુ-પ્રસાદ' સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્વપ્રીતિરસ પાશે, અને મોક્ષરુચિ પ્રદીપ્ત કરશે. મને તો તેઓશ્રીના હસ્તાક્ષરો અને મુદ્રાસહિત આ ગ્રંથ જોઈ, વૃદ્ધને લાકડીની ગરજ સારે તેવો આધાર, ઉલ્લાસ પરિણામથી પ્રાપ્ત થયો છે.
• પ્રવચન ભક્તિરૂપ આ કાર્યમાં જેણે જેણે તન, મન, ધન અને વચનથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે, તે સર્વને પણ તે આત્મલાભનું કારણ છે.
આ પૂજનિક પુસ્તકનો વિનય અને વિવેકથી ઉપયોગ કરવાની નમ્ર વિનંતિ છે.
એક શબ્દ સદ્ગુરુ તણો ધારે હૃદય મોઝાર;
તે સત્પાત્ર શનૈઃ શનૈઃ પામે ભવજળ પાર. લી. શ્રી. સદ્દગુરુરાજના ચરણકમળનો ઉપાસક
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ, ] સંવત, ૧૯૮૭ ચૈત્ર પૂર્ણિમા, ગુરુવાર તા. ૨-૪-૧૯૩૧
લઘુતમ શિષ્ય
લઘુ