________________
(૨૫૮)
સમાગમ કોઈ મહપુણ્યના ઉદયથી વિ.સં. ૧૯૪૬ થી થયો ત્યારથી તે અતિશયશાળી શ્રી ગુરુદેવની જે નિરંતર કૃપા આ રંક શિષ્ય ઉપર વર્ત્યા કરે છે તેની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.
પરમ માહાત્મ્યવંત આ પ્રત્યક્ષ સત્પુરુષનો આ પામરને યોગ થયો ન હોત તો મિથ્યા માર્ગની પ્રરૂપણા અને આગ્રહથી અનંત સંસાર વધારી પૂર્વની અમૂલ્ય કમાણીરૂપ મનુષ્યભવ નિષ્ફળ વહ્યો જાત, તે ઉપરાંત દુર્લભબોધિપણું પામી માઠી ગતિમાં કેટલોય કાળ પરિભ્રમણ કરવું પડત. અનંત દોષનું ભાજન આ જીવ સત્પુરુષના શરણ વિના શી રીતે ઊંચો આવત ? અપરમાર્થને વિષે પરમાર્થના દૃઢ આગ્રહરૂપ અનેક સૂક્ષ્મ ભૂલભૂલામણીના પ્રસંગો દેખાડી આ દાસના દોષો દૂર કરવામાં એ આસ પુરુષનો પરમ સત્સંગ તથા ઉત્તમ બોધ પ્રબળ ઉપકારક બનેલાં છે; તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. હું તો મને તે પુરુષનો દાસાનુદાસ અલ્પ સાધક સમજું છું. માત્ર મારી યોગ્યતાની ખામીને લીધે એ પરમ પુરુષના પ્રેરક તત્ત્વનો પૂરેપૂરો લાભ ન લઈ શકાયો તેનો ખેદ છે. તો પણ સંજીવની ઔષધ સમાન મૃતને સજીવન કરે તેવાં તેમના પ્રબળ પુરુષાર્થ જાગ્રત કરનાર વચનોનું માહાત્મ્ય વિશેષ વિશેષ ભાસવાની સાથે ઠેઠ મોક્ષે લઈ જાય તેવી સમ્યક્ સમજ-દર્શન-તે પુરુષ અને તેના બોધની પ્રતીતિથી પ્રાપ્ત થાય છે, એ આ દુષમ-કલિકાળમાં આશ્ચર્યકારી
અવલંબન છે.
પોણોસો વર્ષ જેટલું આયુષ્ય પહોંચ્યું તો મોક્ષમાર્ગનો મર્મ પ્રગટ કરનાર એ મહાપુરુષે કહેલાં વચનો યથાર્થ ફળીભૂત થયેલાં દેખાયાં. પ્રેમપ્રતીતિ વર્ધમાન થયે, તે સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.
શું પ્રભુ ચરણ કને ધરૂં આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીયો વતું ચરણાધીન.
પરમ માહાત્મ્યવંત સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચનોમાં તલ્લીનતા, જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અલ્પકાળમાં
શ્રદ્ધા,