________________
(૨૫૫)
મોક્ષનું દ્વાર તા.૩-૭–૩૧
હે પ્રભુ, આ અશરણ સંસારમાં એક સપુરુષનું જ શરણ સારભૂત છે. એક એની કૃપા સિવાય કંઈપણ ઈચ્છવા યોગ્ય નથી.
ભક્તિરસપૂર્ણ મીરાબાઈ એ ગાયું છે –“દવ લાગ્યો ડુંગરીએ, રાણાજી, અમે કેમ કરીએ ?” તેમ ત્રિવિધ તાપથી આખો લોક બળી રહ્યો છે એમ સપુરુષને લાગ્યું છે ત્યાં નિરાંતે મોહનિદ્રામાં ઉંઘનારા જીવોની શી દશા થાય છે તે સપુરુષો સમજી રહ્યા હોવાથી, પોકારી પોકારીને કહે છે :
હે જીવો, તમે બુઝ-સમ્યફ પ્રકારે બુઝો.
મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે એમ જાણો અને સર્વ જીવો પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. (સૂઅિધ્ય-૭-૧૩)
મનુષ્યપણું આવું દુર્લભ અને રત્નચિંતામણિ સમાન જ્ઞાની પુરુષોએ ગણ્યું છે પણ તેને સફળ બનાવવામાં અનેક અંતરાયો આડા આવે છે. અનેક પ્રકારના રોગ, વૃદ્ધાવસ્થા, શરીર અને ઇંદ્રિયોનું અટકી જવું અને સૌથી મોટું મરણ, એ બધાં ઉદયકાળની રાહ જોઈને બેસી રહ્યાં છે.
જેમ જંગલમાં શિયાળથી માંડી સિંહ સુધીનાં માંસભક્ષક પ્રાણીઓનો ભય હોય છે, તેમાં થઈને મુસાફરને માર્ગ શોધવાનો હોય છે, તેમ મોક્ષની તૈયારી કરનારને પણ અનેક અણધાર્યા વિના ક્યારે ઘેરી લેશે તે નક્કી નથી. તો જેટલો વખત આ મનુષ્યપણાનો બચાવી લેવાય તેટલો બચાવી ધર્મને અર્થે ગાળવા જ્ઞાની પુરુષોની શિક્ષા છે, તે વિચારવાનને શિરસાવંદ્ય કરવા યોગ્ય છે.
સમ્યફદર્શનની પ્રાપ્તિ અને પોષણ અર્થે આ ભવ જે ગાળવામાં આવે તો મહેનત અલેખે લીધી નહિ ગણાય છે. જે જીવાત્માને સમ્યફદર્શનની પ્રાપ્તિ થઈ તેનો મનુષ્યભવ સફળ ગણવા યોગ્ય જ્ઞાનીઓએ માન્યો છે.