SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૦) ગુણ ત્રણ્યના દેવની એકતા, જાણ્યો બ્રહ્મ પ્રણવનો જાપ પુણ્ય પાપનાં ત્રાજવાં ત્રોડીયાં, મેહેલ્યોં, વધઘટનો વેપાર કર્મ કાંડનાં કાટલાં પરહર્યા, પામ્યો જ્ઞાન અખુટ ભંડાર ખટ શાસ્ત્રના ખોટા રાજવી, કહાડચા કરતા કુડા- વાદ થાણું બેઠું વેદાંત ભુપાળનું, ઉઠયો અનહદ° નોબત નાદ હીંડે જ્ઞાન ગગનમાં મલપતો, છૂટો મોહ માયાનો પાસ તુરીયા'' પદમાં વરતે સદા, અજ્ઞાન થઈ ગયું નાશ સંસાર સમુદ્રને શોષીયો, સુખ સાગર લહેર અપાર વસે અડસઠ તીરથ અંગમાં, દેવ ઓચરે જય જયકાર પરાપાર` તે વરતે પ્રેમમાં, મુખે બોલે બોલ અમૂલ અણસમજુના આલ ગણે નહિં, જેમ કરીવર ઉપર ફૂલ જેનો કાળ તે કીંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જલ ત્રૈલોક તેને ચરણે તે શીશ નમાવતાં, ટળે ત્રિવિધ તાપ ઉર શોક. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક. ભાસે બ્રહ્મ કલોલ તે સર્વદા, ચાર ખાણ ને ચૌદ લોક. દુઃખરૂપ તે સુખ સાગર થયું, થયો દ્વૈતવૃત્તિનો નાશ રવિમાં જ્યમ તમ ભાસે નહીં, ભાસે સઘળે તે પૂર્ણપ્રકાશ. જી. ૧૮ ૭. ૧૯ જી. ૨૦ જી. ૨૧ જી. ૨૨ જી. ૨૩ જી. ૨૪ જી. ૨૫ ૭. ૨૬ જી. ૨૭ જી. ૨૮ ૭. ૨૯ જી. ૩૦ જી. ૩૧ જી. ૩ર જી. ૩૩ જી. ૩૪ ૧ હરિ = ચૈતન્ય. ૨ સ્વામી = ઈષ્ટ ૩, જીવ = અવિદ્યારૂપ ઉપાધિ પડી તે જીવભાવ. ૪. ઈશ = માયારૂપ ઉપાધિને લીધે ઈશ્વર. ૫. સૂત્રાત્મા = સુતરની પેઠે પરોવાયલો. ૬. ઓંકાર નામ રૂપમાં ભેદ નહીં. ૭. અજ્ઞાન આપવા રૂપ જે ખટ શાસ્ત્રો છે તે ખોટા છે. ૮. ફૂડા = જૂઠા. ૯. છેવટનું સત્ સિદ્ધાંત-ખરો રાજા. ૧૦. હદ નહીં, આદ્ય, મધ્ય અંતરૂપે નહીં હોય–તેમાંથી વિશેષ કરીને ભાન થાય છે. બાહ્યની વૃત્તી અંતરમાં થાય છે ત્યારે તે સંભળાય છે. ૧૧. આત્માની ચોથી અવસ્થા. ૧૨. પરસ્થિતિ યા મધ્યભાવેથી પર બોલાય નહી, સમજાય નહી.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy