________________
(૨૨૧)
(૨૭) નિર્મમતા ચિંતવવાનો ઉપાય શું ? તેનો ઉપાય ચાર શ્લોકમાં આચાર્ય આપે છે.
મૈં ઈક નિર્મમ શુદ્ધ હું, જ્ઞાની યોગીગમ્ય; કર્મોદયસે ભાવ સબ, મોતે પૂર્ણ અગમ્ય. ૨૭
(૨૮) દેહઆદિના સંબંધમાં રહેવાથી જે ફળ થાય છે તેનો વિચાર કરી ભાવના કરવાવાળો સ્વયં આ પ્રમાણે સમાધાન કરે છે.
પ્રાણી જા સંયોગ તે, દુ:ખ સમૂહ લહાત, તાતેં મન વચન કાય ચુત, હુંતા સર્વ તજાત.
૨૮
(૨૯) પુદ્ગલના સંબંધથી જ જીવને મરણ અને રોગ આદિ કષ્ટ થાય છે તો ભાવના કરવાવાળો આ પ્રમાણે સમાધાન કરે છે.
મરણ રોગ મોમેં નહીં, તાતે સદા નિ:શંક; બાલ તરૂણ નહિ વૃદ્ધહૂં-યે સબ પુદ્ગલ અંક. ૨૯
(૩૦) ભાવના કરવાવાળો વિચાર કરે છે કે ચીરકાળનો અભ્યાસ છે તે વસ્તુઓ છોડવાથી કદાચ પશ્ચાતાપ થાય છે કે મેં આ વસ્તુઓ કેમ છોડી દીધી ? તેવું ન બને તે માટે પોતે જ આ પ્રમાણે સમાધાન કરે છે.
સબ પુદ્ગલકો મોહસે, ભોગ ભોગ કર ત્યાગ,
મૈં જ્ઞાની કરતા નહીં, ઉન ઉચ્છિષ્ટમેં રાગ. ૩૦
(૩૧) કેમ અને કેવા પ્રકારથી જીવ પુદ્ગલ ગ્રહણ કરે છે ?
કર્મ કર્મહિતકાર હૈ, જીવ જીવહિતકાર, નિજ પ્રભાવ બલ દેખકર, કો ન સ્વાર્થ કરતાર. ૩૧ (૩૨) ઉપર પ્રમાણે વ્યવસ્થા બતાવ્યા પછી આચાર્ય ઉપદેશ કરે છે કે પ્રગટ પર દેહાદિકા, મૂઢ કરત ઉપકાર; સુજનવત્ યા ભૂલકો, તજ કર નિજ ઉપકાર.
૩૨
(૩૩) કેવા ઉપાયથી આત્મા અને પરનો ભેદ જાણ્યો જાય છે ?