________________
શ્રીએ બીજું કંઈ શોધવું ન પડે તેવો સર્વ ભાવ અર્પણ કરવાનો સપુરુષનો યોગ થાય તેવો માર્ગ આપી દીધો.
જેના વિના કોઈ કાળે છૂટકો થાય નહીં એવું અનુભવ પ્રવચન શ્રીએ જણાવ્યું અને તે સિવાય મોક્ષ માટે બીજું કંઈ શોધવાનું રહેતું નથી. શ્રીએ જણાવેલું-“આત્મા ધર્મ-આજ્ઞા એ ધર્મ-કૃ. દેવની આજ્ઞા.” તે વચનના આધારે અમને શ્રીએ દિવ્ય ચક્ષુ આપનારની શ્રદ્ધા કરાવી અને મોક્ષની બધી સામગ્રી આપી દીધી તેવો પરમ ઉપકાર તેમણે કર્યો છે. તે દ્રષ્ટિ સમક્ષ રહ્યાં કરે તે માટે કેટલાક પત્રોનો ઉતારો શરૂઆતમાં આપેલ છે.
શ્રીએ જાગ્રતી (ચેતવણી) માટે ઘણું કહેવું છે તેમાંના કેટલાક સારરૂપ
વચનો છે કે :“બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી એવો દઢ નિશ્ચય કરી, જે જીવને કરવાનું છે તે એક દઢ શ્રદ્ધા છે. તે વિષે સત્સંગ, સમાગમે સાંભળી, જાણી એક તેનું જ આરાધના કરવામાં આવશે તો ઘણાં ભવનું સાટું વળી રહેશે. તે પણ કર્યા વિના થાય તેમ નથી.”
“મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. ધારે તો થોડા કાળમાં મોક્ષ થાય તેવું છે, છતા સ્વર્ગસુખ પામે તેમ છે. છતાં આ જીવ પોતાના સ્વચ્છેદે પોતાની ઈચ્છાએ, પોતાની સમજણે વર્તન કરી આ જીવને જે મહા દુર્ગતિ, દુઃખનું કારણ થઈ પડશે તે વખતે કોણ છોડાવવા સમર્થ છે? ફરીને આવો જોગ ક્યાં મળશે ? આ ચિંતામણી સમાન અવસર જતો રહ્યો તો પછી પૃથ્વી, પાણી, નિગોદમાં અનંતકાળ જતાં તેની દયા ખાવાનો આ અવસર છે કે કેમ ? જે જીવ શ્રદ્ધા રાખી, જીવના હિત કલ્યાણને માટે જે નહિ ચેતે તો પછી તેનું પરિણામ ખોટું આવે છે. હજુ ચેતવા જેવું છે. માટે જેમ બને તેમ આટોપી લેવાય અને ચેતાય અને આત્માની દયા ખાવી એ કર્તવ્ય છે. જે કાળ જાય છે તે પાછો આવતો નથી. ક્ષણ લાખેણી જાય છે. “સમય ગોયમ મા પમાએ” એ ઉડો વિચારવા