________________
(xiii)
મૂળ કારણ ‘પ્રત્યક્ષ સત્પુરુષ” છે અને શ્રીજી જન્મથી જ જ્ઞાની હતા પણ શ્રીજી પોતે “પ્રત્યક્ષ સત્પુરુષ’ છે તે વાત માત્ર ત્રણને જ ખબર હતી;
તેથી શ્રીજીએ ‘‘શ્રી આત્મસિદ્ધિ’' ત્રણને જ આપેલી. પણ વસોમાં શ્રીને ક્ષાયિક સમકિત કરાવ્યા પછી પોતે પ્રત્યક્ષ સત્પુરુષ છે તે વાત ઉત્તરસંડામાં ઉઘાડી પાડેલી. શ્રી મહાવીર સ્વામી પછી ‘“પ્રત્યક્ષ સત્પુરુષ’’ તરીકે કોઈ થયેલું નહીં, તેથી ‘‘પ્રત્યક્ષ સત્પુરુષનો’’ અર્થ અને મર્મ સમજાય તેવું રહેલું નહીં અને મતિ કલ્પનાથી લોકો અર્થ કરતા હતા. શ્રીએ આનો મર્મ તથા અર્થ ઉઘાડી રીતે કહેલો; પણ તે મર્મ ઘણાંની સમજમાં આવેલો નથી તે હાલ જુદી જુદી રીતે તેનો અર્થ થાય છે તે ઉપરથી દેખાય છે. કેટલાક શબ્દોનો અર્થ થઈ શકે તેમ નથી તેવો આ શબ્દ છે. અને તેનો મર્મ આત્મવ્યક્તિએ સમજાય તેવો છે. તેથી તેનું વિવેચન કર્યું નથી. શ્રીજી ‘‘પ્રત્યક્ષ સત્પુરુષ’’ છે અને શ્રી આના સાક્ષી છે.
શ્રી પૂનાથી હુબલી, શ્રવણબેલગુલા, માઈસોર થઈ બેંગલોર આવ્યા હતા. શ્રવણબેલગુલામાં શ્રીએ કહેલું :- ‘‘દેવવંદન કરવું. ભગવાન હાજર થાય છે. હજારો દેવો આવે છે.’’ દેવવંદનની શ્રીની આજ્ઞા હોવાથી દેવવંદન માટે માત્ર બે ત્રણ મુમુક્ષુઓ પા કલાક માટે મળતા છતાં તે વખતે ‘‘સનાતન જૈન મંડળ” નામ રાખેલું કારણ કે “જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ તપ' એ સિદ્ધાંત તેમની શ્રદ્ધામાં
દૃઢ થયેલો. એટલે જે કોઈ આજ્ઞા આરાધન માટે આવે તે મંડળનો સભ્ય છે એવું ગણવાની પ્રથા શરૂઆતથી જ પાડી દીધી હતી. ‘‘જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે; તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ કલ્પનાએ જે જે કરવામાં આવે છે તે સર્વે સંસાર વધારનાર છે.” એ સિદ્ધાંત અનુસાર પોતે જે કંઈ આજ્ઞા આરાધે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે એવું સમજનારા થતા ગયા તેમ તેમ મંડળની સંખ્યામાં વધારો થતો ગયો.
‘‘આત્મા ધર્મ-આજ્ઞા એ ધર્મ-પ. પૃ. દેવની આજ્ઞા’’ એમ જણાવી
શાળામ